Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ST બસ ડ્રાઇવરની દાદાગીરી, બાઇક ચાલક સાથે કરી માથાકૂટ ​:ઓવરટેક મામલે માળીયા હાટીના નજીક ST બસના ડ્રાઇવરે ટામી બતાવી બાઇક ચાલક સાથે કરી ગાળાગાળી, સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થતાં ડેપો મેનેજરે તપાસના આપ્યા આદેશ

    14 hours ago

    ​જૂનાગઢ વાડલા ફાટક નજીક માળીયા હાટીના એસટી બસના ડ્રાઇવરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે બસની ઓવરટેક કરવા બાબતે બાઇક ચાલક અને બસ ડ્રાઇવર વચ્ચે તીવ્ર માથાકૂટ થઈ હતી. બાઇક ચાલકે બસને રસ્તાની યોગ્ય સાઇડ પર ચલાવવા બાબતે રજૂઆત કરતા જ બસ ડ્રાઇવર ઉશ્કેરાઈ ગયો હતો અને વાતાવરણ ગરમાયું હતું. ​બાઇક ચાલક સાથેની બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલો બસ ડ્રાઇવર બસ માંથી ટામી લઈને નીચે ઉતરી આવ્યો હતો. તેણે બાઇક ચાલક પર હુમલો કરવાના ઇરાદાથી ઉગ્રતા દાખવી બેફામ અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી. ડ્રાઇવરની આ દાદાગીરી જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક જાગૃત નાગરિકે આ માથાકૂટનો વિડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ડ્રાઇવરના આવા વર્તન સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. ​આ સમગ્ર મામલે ડેપો મેનેજર કરમટા સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિડિયો અને ઘટના અંગેની માહિતી હાલ તેમના ધ્યાને આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આ એસટી બસ માંગરોળ ડેપોની હોવાનું સામે આવ્યું છે. ડેપો મેનેજરે વધુમાં ખાતરી આપી હતી કે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ કસૂરવાર બસ ડ્રાઇવર સામે યોગ્ય અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પૂર બાદ નવસારીમાં તંત્ર એક્શનમાં:સી.આર. પાટીલ સહિત મંત્રીઓએ સ્થાનિક વિસ્તારોની મુલાકાત લીધી; રાહત અને સહાય માટે સર્વે કામગીરી તેજ
    Next Article
    કુકરાણામાં 28 વર્ષીય યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી:તળાવની પાળ પાસે ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment