Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ કચ્છ ST હાઉસફુલ:માત્ર 7 દિવસમાં 23 હજારથી વધુ ટિકિટોનું એડવાન્સ બુકિંગ થયું

    22 hours ago

    દિવાળીનો તહેવાર નજીક આવતા જ પોતાના વતન અને પરિવાર પાસે જવા માટે લોકોનો ધસારો શરૂ થઈ ગયો છે. મુસાફરોની પહેલી પસંદ ગણાતી ગુજરાત એસટીની બસોમાં અત્યારથી જ ભારે ઓનલાઈન બુકિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કચ્છ વિભાગમાં છેલ્લા એક જ સપ્તાહના આંકડાઓ દર્શાવે છે કે આ દિવાળીએ એસટી બસો સંપૂર્ણપણે હાઉસફુલ રહેવાની છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ મુજબ, 25 થી 31 ઓક્ટોબર સુધીના માત્ર 7 દિવસના સમયગાળામાં કચ્છ એસટી વિભાગના અલગ-અલગ ડેપોમાંથી કુલ 23,165 સીટોનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થઈ ચૂક્યું છે. મુસાફરોના આ ધસારાથી એસટી નિગમને માત્ર એક જ અઠવાડિયામાં રૂપિયા 63,71,852ની માતબર આવક થઈ છે. જો ડેપો વાઇઝ વાત કરીએ તો, પ્રવાસીઓની ભીડમાં ભુજ અને માંડવી ડેપો સૌથી મોખરે છે. નોંધનીય છે કે આ 23 હજાર મુસાફરોનો આંકડો માત્ર એડવાન્સ ઓનલાઈન બુકિંગનો છે. દિવાળીની મુખ્ય રજાઓ તો હવે શરૂ થઈ રહી છે. સામાન્ય રીતે એસટીમાં મુસાફરી કરતો એક બહુ મોટો વર્ગ એવો છે જેઓ અગાઉથી ટિકિટ બુક કરાવવાને બદલે મુસાફરીના દિવસે જ બસ સ્ટેન્ડ પર જઈને ઓન ધ સ્પોટ ટિકિટ લેવાનું પસંદ કરે છે. એટલે કે આગામી દિવસોમાં જ્યારે કરંટ બુકિંગના આંકડા ઉમેરાશે, ત્યારે મુસાફરોની સંખ્યા અને નિગમની આવકમાં બમણો ઉછાળો આવી શકે છે. એડવાન્સ બુકિંગમાં ભુજ અને માંડવી ડેપોમાં સૌથી વધુ ધસારો એક્સ્ટ્રા બસો દોડાવાશે તહેવારોમાં સૌરાષ્ટ્ર, દાહોદ, ગોધરા અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તરફ જતા મુસાફરોનો ટ્રાફિક પહોંચી વળવા કચ્છ એસટીના વિવિધ ડેપો દ્વારા વધારાની એસટી બસોનું સંચાલન કરવામાં આવશે. ​ખાનગી લક્ઝરીને બદલે એસટી પર કળશ આ વખતના એડવાન્સ બુકિંગના આંકડા જોતાં સ્પષ્ટ છે કે મુસાફરોએ ખાનગી લક્ઝરી બસોના ઉંચા ભાડાં ચૂકવવાના બદલે એસટીની સલામત અને વાજબી મુસાફરી પર વધુ કળશ ઢોળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી : વર્ષ 2026ના 10 માસમાં જ રેકોર્ડબ્રેક 87 હજારથી વધુ વાહનો રોડ પર ઉતર્યા!
    Next Article
    પતિને પ્રેમિકા સાથે પકડી પત્નીએ ચંપલથી ધોઈ નાખ્યો:યુવતીના વાળ ખેંચી ઢીબી, સુરતમાં રસ્તા પર કાર આડી નાખી બાઇક રોકી સાસરિયાઓએ જમાઈને રંગેહાથ પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment