Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી : વર્ષ 2026ના 10 માસમાં જ રેકોર્ડબ્રેક 87 હજારથી વધુ વાહનો રોડ પર ઉતર્યા!

    23 hours ago

    કચ્છમાં ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસની સાથે લોકોની ખરીદશક્તિમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગના આંકડા મુજબ, જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના માત્ર 10 મહિનામાં ભુજમાં 42517 અને અંજાર આરટીઓમાં 45087 મળી ચાલુ વર્ષમાં કુલ 87,604 નવા વાહનો નોંધાયા છે. ગત વર્ષ 2025ના આ સમયગાળા દરમિયાન બંને RTOમાં કુલ 72,982 વાહનો નોંધાયા હતા. આમ, વાહનોના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ આશરે 20 % નો વધારો જોવા મળ્યો છે. નવરાત્રી જેવા તહેવારોને કારણે ઓક્ટોબર મહિનો ઓટોમોબાઇલ સેક્ટર માટે શુકનવંતો સાબિત થયો છે. ઓક્ટોબરમાં ભુજમાં 6,363 અને અંજારમાં 6,117 મળીને કુલ 12,480 વાહનો વેચાયા છે. હજુ દિવાળી બાકી હોવાથી વાહન વેચાણનો આંકડો વધુ ઊંચે જાય તેવી શક્યતા છે. GJ-12 - કાર અને દ્વિચક્રીની ધૂમ ખરીદી ભુજ આરટીઓમાં ઓક્ટોબર સુધીમાં 42,517 વાહનો નોંધાયા છે જે ગત વર્ષે આ સમયગાળામાં 35,202 હતા. ચાલુ વર્ષે કુલ 37,572 નોન-ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાયા છે, જેમાં 26,743 બાઈક/સ્કૂટર, 8,027 કાર, 2,151 ટ્રેક્ટર અને 539 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વાહનોનો સમાવેશ થાય છે. જ્યારે 4,945 ટ્રાન્સપોર્ટ વાહનો (ડમ્પર, ઈ-રિક્ષા, ગુડ્સ કેરિયર વગેરે) નોંધાયા છે. જેમાં 626 રીક્ષા, 71 બસ, 23 એમ્બ્યુલન્સ, 55 ઇ રીક્ષા, 3030 ગુડ્સ કેરિયર વાહનોનો સમાવેશ થાય છે. GJ-39 - કોમર્શિયલ વાહનોમાં મોટો ઉછાળો અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ જેવા ઔદ્યોગિક અને બંદર આધારિત વિસ્તારોને આવરી લેતી અંજાર આરટીઓમાં ચાલુ વર્ષે 10 મહિનામાં કુલ 45,087 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે જે ગત વર્ષે 37,782 હતું. અંજાર વિસ્તાર ઔદ્યોગિક હબ હોવાથી અહીં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 7,214 જેટલી નોંધપાત્ર છે, જેમાં 5,965 ગુડ્સ કેરિયર, 175 રિક્ષા, 107 બસ અને 264 કોમર્શિયલ ટ્રેક્ટર સામેલ છે. જ્યારે 37,873 નોન-ટ્રાન્સપોર્ટ વાહનોમાં 26,996 ટુ-વ્હીલર, 7,898 કાર અને 2,189 એગ્રીકલ્ચર ટ્રેક્ટર નોંધાયા છે. CNG કરતાં EVની પસંદગી વધુ ચાલુ વર્ષે ખરીદાયેલા નવા વાહનો પૈકી 36,806 ગાડીઓમાં ઈંધણ તરીકે E-20 પેટ્રોલનો જ વપરાશ પૂર્વ કચ્છમાં 10 મહિનામાં જ 12 હજારથી વધુ ડીઝલ વાહનોનું વેચાણ કચ્છમાં ચાલુ વર્ષે વાહન ખરીદીમાં પર્યાવરણલક્ષી બદલાવ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અને સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની સકારાત્મક અસર કચ્છના વાહન બજાર પર પડી છે. ભુજ અને અંજાર RTOના ચાલુ વર્ષ 2026ના ફ્યુઅલ આધારિત આંકડા દર્શાવે છે કે, હવે કચ્છીઓ પરંપરાગત પેટ્રોલ-ડીઝલની સાથે નવી ટેકનોલોજીવાળા પેટ્રોલ E20, પ્યોર ઇવી અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનો તરફ મોટા પાયે વળ્યા છે. ફ્યુઅલ મુજબ નોંધાયેલા વાહનો ટેકનોલોજીનો સ્વીકાર: ચાલુ વર્ષે ભુજમાં 1,792 ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા છે. જ્યારે 16,298 પેટ્રોલ E20 વાહનો અને 2,458 પેટ્રોલ E20+CNG વાહનોનું વેચાણ થયું છે. સામાન્ય પેટ્રોલ વાહનોનો આંકડો 11,618 રહ્યો છે. આ ઉપરાંત 8,270 ડીઝલ વાહનો અને 994 સીએનજી વાહનો નોંધાયા છે. અંજારમાં ચાલુ વર્ષે 11,906 ડીઝલ વાહનો, 20,508 પેટ્રોલ E20 વાહનો નોંધાયા છે. અંજારમાં 200 સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનો રોડ પર ઉતર્યા છે. જે દર્શાવે છે કે નવી ટેકનોલોજી સ્વીકારવામાં કચ્છીઓ આગળ છે.
    Click here to Read More
    Previous Article
    ઘરે જઈ રહેલા યુવકને ઘેરીને છરી-પાઈપના ઘા ઝીંક્યા:કરચલિયાપરામાં બાળકોના ઝઘડાની દાઝ રાખી મહિલા સહિત ચાર શખસે યુવકને લોહીલુહાણ કર્યો
    Next Article
    દિવાળીએ કચ્છ ST હાઉસફુલ:માત્ર 7 દિવસમાં 23 હજારથી વધુ ટિકિટોનું એડવાન્સ બુકિંગ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment