Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી સુરત અને ભાવનગર જતા મુસાફરોને ફાયદો:STની વોલ્વોના ભાડામાં રૂ.61 અને રૂ14નો ઘટાડો, અમદાવાદથી ભાવનગરના 337 ચૂકવવા પડશે

    2 weeks ago

    ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા હાઇવે અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનું અંતર ઘટતા ભાડામાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જાણો ક્યાંનું કેટલું ભાડુ અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા હાઇવેના કારણે અંતર ઓછું થતાં અગાઉ રૂ. 351 રહેલું ભાડું હવે રૂ. 337 કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફરોને રૂ. 14નો સીધો લાભ મળશે. તે જ રીતે, નહેરુનગરથી સુરત વચ્ચે નવા એક્સપ્રેસ હાઇવેના કારણે મુસાફરી વધુ ઝડપી અને ટૂંકી બનતા ભાડામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 748 રહેલું ભાડું હવે રૂ. 687 કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને રૂ. 61 નો ફાયદો થશે. અમદાવાદ–ભાવનગર અને અમદાવાદ–સુરતની મુસાફરીમાં ફાયદો આ ફેરફારો ખાસ કરીને વોલ્વો બસ સેવાઓમાં લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને વધુ સુવિધા સાથે ઓછા ખર્ચે મુસાફરી કરવાની તક મળશે. અમદાવાદ–ભાવનગર અને અમદાવાદ–સુરત વચ્ચેના માર્ગોમાં થયેલા આ પરિવર્તનથી મુસાફરી વધુ સસ્તી બનશે, જેનો લાભ હજારો મુસાફરોને મળશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 24 કલાકનો ધાર્મિક ઉત્સવ યોજાયો:"હરખના તેડા" ચેપ્ટર-5 માં ભક્તો ઉમટ્યા
    Next Article
    નશાકારક કફ સીરપની 89 બોટલો સાથે શખસ ઝડપાયો:SOGએ રેડ કરી બાઈક સાથે દબોચી લીધો; અમદાવાદ કુરીયર કનેક્શન ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment