Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાકારક કફ સીરપની 89 બોટલો સાથે શખસ ઝડપાયો:SOGએ રેડ કરી બાઈક સાથે દબોચી લીધો; અમદાવાદ કુરીયર કનેક્શન ખૂલ્યું

    2 weeks ago

    ભાવનગર શહેરના લીલા સર્કલથી ટોપથ્રી સર્કલ વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પેટ્રોલિંગ દરમિયાન નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસને ઝડપી લીધો છે. પોલીસે શખસ પાસેથી કફ સીરપની 89 બોટલો અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા શખસની આકરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સિહોરનો અન્ય એક શખસ અમદાવાદથી કુરીયર મારફતે આ નશાકારક કફ સીરપનો જથ્થો મંગાવતો હતો, જેની પાસેથી આ બોટલો મેળવવામાં આવી હતી. સમગ્ર મામલે એસ.ઓ.જી. પી.આઈ. પોતે ફરિયાદી બનીને બંને શખસો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર એસ.ઓ.જી.ના પી.આઈ. સિંગરખીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના લીલા સર્કલથી ટોપ-3 સર્કલ વચ્ચેના રોડ પર એક શખસ નશાકારક કોડાઈન ફોસ્ફેટ ઘટક ધરાવતી કફ સીરપના જથ્થા સાથે ઊભો છે. આ હકીકતના આધારે એસ.ઓ.જી.ની ટીમે પંચોને સાથે રાખીને વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. તલાશી લેતા થેલામાંથી નીકળ્યો નશાનો જથ્થો પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી પ્રવિણ રાજાભાઈ કળસરીયા (રહે. રામેશ્વર સોસાયટી, ટોપ થ્રી સર્કલ, ભાવનગર) નામનો શખસ પ્લેટિના બાઈક નંબર GJ-14-AR-3105 સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તેના કબજામાં રહેલા પ્લાસ્ટિકના થેલાની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમાંથી જુદી-જુદી કંપનીની નશાકારક કફ સીરપની કુલ 89 બોટલો મળી આવતાં પોલીસે તેને કાયદેસર રીતે જપ્ત કરી લીધી હતી. કુલ ₹44,026 નો મુદ્દામાલ જપ્ત, બંને સામે ગુનો દાખલ પકડાયેલા શખસ પ્રવિણ કળસરીયાની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, સિહોર ખાતે રહેતો કેવટ ગોરડીયા નામનો શખસ અમદાવાદથી 'વિકાસ કુરીયર' મારફતે કફ સીરપની આ બોટલો મંગાવતો હતો. પ્રવિણ આ બોટલો કેવટ પાસેથી અહીં લાવીને છૂટક વેચાણ કરતો હતો. એસ.ઓ.જી. પોલીસે આરોપી પ્રવિણના કબજામાંથી નશાકારક કફ સીરપની 89 બોટલો (કિંમત ₹19,026), એક પ્લેટિના બાઈક (કિંમત ₹20,000), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) મળીને કુલ મુદ્દામાલ ₹44,026નો મુદ્દામાલ જપ્ત કર્યો. બે શખસ સામે ગુનો દાખલ આ અંગે એસ.ઓ.જી.ના પી.આઈ. પ્રશાંતભાઈ ચંદુભાઈ સિંગરખીયાએ ફરિયાદી બનીને ભરતનગર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રવિણ રાજાભાઈ કળસરીયા અને સિહોરના કેવટ ગોરડીયા સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી સુરત અને ભાવનગર જતા મુસાફરોને ફાયદો:STની વોલ્વોના ભાડામાં રૂ.61 અને રૂ14નો ઘટાડો, અમદાવાદથી ભાવનગરના 337 ચૂકવવા પડશે
    Next Article
    Gujarat Local Body Elections | 84 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂંક માટે બેઠકોનો ધમધમાટ શરૂ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment