Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા ST વિભાગે 4 મહિનામાં 9,500 બસોમાં ચેકિંગ હાથ ધર્યું:ભાડું લીધા બાદ પણ ટિકિટ ન આપનાર કંડક્ટરો અને ટિકિટ વગરના મુસાફરો પાસેથી રૂ. 1.45 લાખ દંડ વસૂલ્યો

    1 सप्ताह पहले

    ગોધરા ST વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા અને ગેરરીતિઓ અટકાવવા માટે છેલ્લા ચાર મહિનામાં વ્યાપક લાઇન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન 9,500 જેટલી બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ નિયમભંગ બદલ કુલ રૂ. 1.45 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 250 જેટલા જુદા-જુદા કેસ નોંધવામાં આવ્યા હતા. તપાસમાં 10 કિસ્સાઓ એવા સામે આવ્યા હતા, જેમાં કંડક્ટરોએ મુસાફરો પાસેથી ભાડું લીધા પછી પણ ટિકિટ આપી ન હતી. આ ઉપરાંત, ટિકિટ વગર મુસાફરી કરતા 219 કિસ્સાઓ પણ નોંધાયા છે. અન્ય નિયમભંગમાં સ્ટાફ દ્વારા ડ્રેસ કોડનું પાલન ન કરવું, બસ પર યોગ્ય રૂટ બોર્ડ ન લગાવવા, ફરજ દરમિયાન મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરવો અને રિવર્સ પ્રોસિજરના નિયમોનો ભંગ કરવા જેવા કિસ્સાઓ પણ સામેલ છે. આ તમામ બાબતોની વહીવટી સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. ST તંત્રના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને વિભાગની આર્થિક સધ્ધરતા જાળવી રાખવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક ચેકિંગ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    What did Dutch PM Rob Jetten say on minority rights in India
    Next Article
    ગીર સોમનાથમાં 27 જનજાતિ ગામોમાં પીએમ જનમન અભિયાનનો પ્રારંભ:આદિવાસી-જનજાતિ કેટેગરીના લોકોને આધારથી આયુષ્માન સુધીની તમામ સેવાઓ કેમ્પ મારફતે ઘર આંગણે મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment