Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા ST વિભાગને રક્ષાબંધનમાં 38 લાખની આવક:38 હજારથી વધુ મુસાફરોએ વધારાની બસ સેવાનો લાભ લીધો

    9 hours ago

    રક્ષાબંધન પર્વ દરમિયાન બનાસકાંઠા એસટી વિભાગને રૂ. 38 લાખની આવક થઈ છે. 26 થી 30 ઓગસ્ટ દરમિયાન વધારાની બસો દોડાવવામાં આવતા 38 હજારથી વધુ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા કુલ 589 વધારાની ટ્રીપ કરવામાં આવી હતી. તહેવાર નિમિત્તે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી. આ વધારાની બસ સેવાના કારણે વિભાગને કુલ રૂ. 38 લાખની આવક નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વ દરમિયાન એસટી વિભાગની આવકમાં આશરે રૂ. 8 લાખનો વધારો જોવા મળ્યો છે. વિભાગીય નિયામક એમ.બી. રાવલે જણાવ્યું હતું કે, વધારાની બસ વ્યવસ્થાથી મુસાફરોને સુવિધા મળવાની સાથે વિભાગને પણ વધારાની આવક થઈ છે. વધુ મુસાફરો જોવા મળતા સ્થળોએ એસટી વિભાગ દ્વારા સતત દેખરેખ રાખી જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:વરસાદ ન થતા લાંબા વિરામ બાદ પાક સુકાયો, ખેડૂતોને અસર, દેવા માફીની માગ
    Next Article
    સાધુ પ્રેમવત્સલદાસજીએ આપ્યો સફળતાનો મંત્ર:લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ મળે છે સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment