Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:વરસાદ ન થતા લાંબા વિરામ બાદ પાક સુકાયો, ખેડૂતોને અસર, દેવા માફીની માગ

    12 hours ago

    ​જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લામાં સર્જાયેલી ગંભીર દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ચોમાસાની સિઝનમાં છેલ્લા દોઢથી બે માસથી વધુ સમયથી વરસાદ ન થતાં ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી છે. પ્રથમ વરસાદના આધારે ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ગાયબ થઈ જતાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. બોર અને કૂવાના તળિયા ઊંડા ઊતરી જતાં સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. પાક ધિરાણ માફ કરો, લોનના હપ્તા ભરવામાં એક વર્ષની રાહત આપવા માગ ​દુષ્કાળની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવીને એક્શન પ્લાન તૈયાર કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવું, લોનના હપ્તા ભરવામાં એક વર્ષની રાહત આપવી, ખેતમજૂરો માટે રાહત કામો શરૂ કરવા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પણ લોનના હપ્તામાં રાહત આપવા અને જંગલી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે. કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો ​કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, શહેર પ્રમુખ મનોજ જોષી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા અને હમીરભાઈ ધુળા સહિતના આગેવાનો અને તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ​જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે માસથી વરસાદ ન પડવાથી ખેડૂતોની હાલત અત્યંત કપરી બની છે અને ધાર તેમજ બોરમાં પાણી સંપૂર્ણ ખલાસ થઈ ગયા છે. ભાજપ સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવાના કરાતા દાવો તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે ખેડૂતો પાણી વગર તરફડી રહ્યા છે ત્યારે સૌની યોજનાનું પાણી ક્યાં છે તે મોટો પ્રશ્ન છે. તેમણે મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરતા જણાવ્યું કે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, જૂનાગઢ જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને સૌની યોજનાનું પાણી ખેડૂતોના ઘર અને વાડી સુધી પહોંચાડવામાં આવે. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને સાથે રાખીને જલદ આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ઔદિચ્ય બ્રાહ્મસમાજમાં 'એક શામ શિવ કે નામ' કાર્યક્રમ:શ્રાવણ માસમાં શિવ મહિમ્ન સ્તોત્ર અને ભજનોથી ભક્તિમય માહોલ
    Next Article
    બનાસકાંઠા ST વિભાગને રક્ષાબંધનમાં 38 લાખની આવક:38 હજારથી વધુ મુસાફરોએ વધારાની બસ સેવાનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment