Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ST બસ સ્ટેન્ડ પાસે ટ્રકનો અકસ્માત:ટ્રક ચાલકની તબિયત લથડતાં 3 રિક્ષા, 10 બાઈકને અડફેટે લીધા, ડ્રાઈવર હોસ્પિટલમાં દાખલ; કોઈ જાનહાની નહીં

    8 hours ago

    સુરેન્દ્રનગર ST બસ સ્ટેન્ડ નજીક એક ટ્રક ચાલકની તબિયત અચાનક લથડતાં મોટો અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિતના વાહનોને હડફેટે લીધા હતા, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. આ ઘટનામાં રસ્તા પર પાર્ક કરાયેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને મોટું નુકસાન થયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક, મધ્ય પ્રદેશના 42 વર્ષીય રમેશસિંગ રાજપૂત મેવાળા, ને સારવાર અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની તબિયત બગડવાના કારણો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Vipraj Nigam Penalty: India A team को लगी 10 रनों की पेनल्टी | India A vs Sri Lanka A Match
    Next Article
    રાજઋષિ આશ્રમમાં મહંત હરિદાસ બાપુને મળ્યા લાલપુરના સરપંચ:આગામી ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ પર ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment