Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસીઓ મોબાઈલમાં ટિકિટ બુકિંગ કરી શકશે:STના કાફલામાં ટૂંક સમયમાં 200 અત્યાધુનિક વોલ્વો બસ

    9 hours ago

    મહારાષ્ટ્રના ખૂણેખાંચરે દોડતી એસટીના કાફલામાં ટૂંક સમયમાં 200 અત્યાધુનિક વોલ્વો બસ દાખલ થશે. ખાનગી આરામદાયક બસ સેવા વળતા પ્રવાસીઓને એસટી તરફ આકર્ષિત કરવા એસટી મહામંડળે આ પગલું ભર્યું છે. ખાસ વાત એટલે પ્રવાસીઓ મોબાઈલથી ખાનગી ડિજિટલ ટ્રાવેલ પ્લેટફોર્મ પરતી નવી બસની ટિકિટનું બુકિંગ કરી શકશે. એસટી મહામંડળે લાંબા અંતરના આરામદાયક પ્રવાસ માટે અત્યાધુનિક વોલ્વો બસનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. મહામંડળની આ પોતાની માલિકીની એસી બસ હશે. એમાં 170 બસ સીટીંગ વ્યવસ્થાવાળી અને 30 બસ સ્લીપર હશે. આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત જ એસટી મહામંડળના કાફલામાં વોલ્વોનો સમાવેશ થતો હોવાનું મહામંડળના અધ્યક્ષ અને પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. પ્રવાસીઓ નવી લક્ઝરી બસ સેવાનું બુકિંગ ડિજિટલ પદ્ધતિથી સહેલાઈથી કરી શકશે. એસટીની અધિકૃત ઓનલાઈન આરક્ષણ વ્યવસ્થા સાથે ખાનગી ડિજિટલ ટ્રાવેલ પ્લેટફોર્મ પરથી બસની ટિકિટ આરક્ષિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મહારાષ્ટ્રના તેમ જ આંતરરાજ્ય રૂટ પર ખાનગી લક્ઝરી બસ સેવાની ઘણી માગવાળા રૂટનો અભ્યાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ બેઠક બાદ CMદ્વારા બે મહત્ત્વપૂર્ણ ઘોષણા:દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા બાવનકુળેની અધ્યક્ષતામાં સમિતિ
    Next Article
    સ્થાનિકોએ કમિશનરથી લઈને કલેક્ટર સુધી ધક્કા ખાધા:‘વાંસફોડા ગલી’ પર દબાણ કરી સ્ટ્રીટ લાઇટ પણ તોડી ભંગારમાં વેચી દેવાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment