Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી બસના અનધિકૃત રૂટ સંચાલન મુદ્દે ST અને મનપા આમને-સામને:16 નવા રૂટ પર મંજૂરી વિના બસો દોડાવવા બદલ ST વિભાગે ફટકારી નોટિસ

    1 day ago

    મહેસાણા શહેરમાં કાર્યરત સિટી બસ સેવાના અનધિકૃત રૂટ વિસ્તરણને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST વિભાગ) અને મહેસાણા મહાનગરપાલિકા વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. અગાઉ મંજૂર કરાયેલા માત્ર 8 રૂટો ઉપરાંત વધારાના 16 જેટલા નવા રૂટો પર યોગ્ય મંજૂરી વિના જ બસોનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવતાં એસ.ટી. વિભાગે મનપાને આકરી નોટિસ પાઠવી છે. જો નિયમાનુસાર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો જૂની મંજૂરી (NOC) પણ રદ કરવાની ચીમકી ઉચ્ચારાતાં પાલિકા તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. “નવી NOC લીધા વિના 16 વધારાના રૂટ શરૂ કરી દેવાયા”: એસ.ટી. વિભાગ એસટી નિગમના વિભાગીય પરિવહન અધિક્ષક હેતલબેન પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2021માં તત્કાલીન મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરી હદ વિસ્તારના માત્ર 8 રૂટો માટે પત્રવ્યવહાર કરાતાં એસટી વિભાગીય કચેરી દ્વારા કાયદેસરની એનઓસી (NOC) આપવામાં આવી હતી. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા કોઈ પણ નવી NOC મેળવ્યા વગર મનસ્વીપણે વધારાના 16 રૂટો પર સિટી બસો દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જૂની NOC રદ કરવાની ચેતવણી આ મામલે અગાઉ પત્ર લખવા છતાં કોઈ ખુલાસો ન મળતાં પુનઃ નોટિસ પાઠવવામાં આવી છે. જો વધારાના રૂટો માટે યોગ્ય પરવાનગી નહીં લેવાય તો મૂળ 8 રૂટોની NOC પણ રદ્દ-બાદલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. મનપાનો દાવો છે કે, ‘કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ’ની મંજૂરી મેળવેલી છે. એસ.ટી. વિભાગની આકરી નોટિસ સામે મહાનગરપાલિકા પ્રશાસને પોતાનો બચાવ રજૂ કર્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “સિટી બસ સેવા ચલાવવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (COT) ની સત્તાવાર મંજૂરી લેવાની હોય છે. સંબંધિત સિટી બસ એજન્સી દ્વારા ગત ૧૬ મે ૨૦૨૫ ના રોજથી આ જરૂરી પરમિશન મેળવી લેવામાં આવી છે. આથી મનપાના દ્રષ્ટિકોણથી આ મામલે કોઈ નિયમભંગ કે કાયદાકીય વિવાદ ઉપસ્થિત થતો નથી.” એસટી અને મનપા વચ્ચેનો રૂટ વિવાદ વકર્યો એક તરફ એસ.ટી. વિભાગ પોતાના મુસાફરો અને રેવન્યુ હિતોના રક્ષણ માટે મનપા પર ગેરકાયદે સંચાલનનો આક્ષેપ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ મનપા તંત્ર ટ્રાન્સપોર્ટ કમિશનરની પરમિશન આગળ ધરી રહ્યું છે. બંને સરકારી વિભાગો વચ્ચેના આ ગજગ્રાહને કારણે આગામી દિવસોમાં મહેસાણા શહેરના સ્થાનિક મુસાફરોની પરિવહન સેવા પ્રભાવિત થશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    વારસિયામાં યુવક પર ચપ્પુ-ડંડા વડે 4 શખસ તૂટી પડ્યા:સિગારેટ પીવા ઊભો હતો ને પાડી દીધો, જૂની અદાવતે હુમલાની આશંકા
    Next Article
    Amit Malviya Out, BJP Appoints Deepak Mhaske As Social Media Convener

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment