Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલના કાલોલ પાસે ST બસ-ડમ્પર ટક્કર, એકનું મોત:ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત, 15થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયા

    14 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ પાસે આવેલા પાણીયા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એસટી બસ અને ડમ્પર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ડમ્પરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બોડેલીથી ગોધરા તરફ આવી રહેલી ગુજરાત એસ.ટી. નિગમની બસ અને સામેથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે આ ટક્કર થઈ હતી. અકસ્માતમાં એસ.ટી. બસમાં સવાર 15થી વધુ મુસાફરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એસટી વિભાગના કંડક્ટર નલીનીબેન પંડ્યાએ જણાવ્યું કે, એરાલ પીકઅપ બસ સ્ટેન્ડ પરથી એક-બે પેસેન્જર લીધા બાદ થોડે આગળ જ સામેથી કપચી ભરીને પૂર ઝડપે આવેલા ડમ્પરચાલકે એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. એસટી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબુ મેળવી બસને રોડ સાઈડ લેવાનો પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આશ્રમ રોડ પર વૃદ્ધને રીક્ષામાં બેસાડીને 20 હજારની લૂંટ કરી:ચાલક ફરાર, નિવૃત સરકારી કર્મચારી ગાંધીનગરથી ભદ્ર મંદિર દર્શન કરવા આવ્યા'તા
    Next Article
    India Get Big Warning From Sri Lanka Ahead Of Women's Asia Cup Final: "Can Beat Any Team"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment