Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ:સાપુતારા પંપ પર ભીડ,અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

    14 hours ago

    ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે જિલ્લા તંત્રએ સ્પષ્ટતા કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી યુ. વી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. તેમણે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની ખાતરી આપી હતી. અધિકારી પટેલે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં ફરતી ખોટી માહિતીથી પ્રભાવિત ન થવા ખાસ અપીલ કરી છે. તેમણે ઉમેર્યું કે, આવી અફવાઓ અનાવશ્યક ભીડ અને ગેરસમજ ઊભી કરી શકે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના મુજબ, પેટ્રોલ અને ડીઝલ ફક્ત વાહનોની ટાંકીમાં જ ભરવામાં આવશે. કોઈપણ વ્યક્તિને ડબ્બા, બેરલ કે અન્ય પાત્રોમાં ઈંધણ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણની સંગ્રહખોરી અટકાવવાનો અને તમામ લોકોને સમાન રીતે ઈંધણ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તંત્ર દ્વારા નિયમોના પાલન પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પુરવઠા વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ ઈંધણની ગેરકાયદે સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પડોશી મહારાષ્ટ્ર રાજ્યમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે સરહદી વિસ્તાર સાપુતારા ખાતેના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા તંત્ર વધુ સજાગ બન્યું છે અને પુરવઠા વ્યવસ્થાને સુચારુ રાખવા માટે પગલાં લઈ રહ્યું છે. તંત્રએ ફરી એકવાર લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં ઈંધણ પૂરતું ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારની ગભરાટ કે અફરાતફરી સર્જવાની જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા-દાહોદ હાઈવે પર બે ST બસ વચ્ચે અકસ્માત:પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની બસે અન્ય બસને ટક્કર મારી, 15થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા
    Next Article
    Russian Oil Arrives As Philippines Battles 'Energy Emergency'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment