Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈબીજે એક જ દિવસમાં ST બસની 1.46 લાખ ટિકિટનું બુકિંગ:99 હજાર ટિકિટ તો મોબાઈલ એપથી બુક થઈ, 13 કરોડની આવક સાથે રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત દેશમાં પ્રથમ

    19 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપ્યો છે. ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બરે રાજ્યમાં એક જ દિવસમાં 1,46,875 સીટનું બુકિંગ નોંધાયું હતું. આ અત્યાર સુધીનું નિગમનું સૌથી વધુ એક દિવસનું બુકિંગ છે. ખાસ વાત એ છે કે આમાંથી 99,402 સીટનું બુકિંગ માત્ર મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી થયું હતું. એટલે કે મુસાફરોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. GSRTCના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં ડિજિટલ બુકિંગ મારફતે ₹3.55 કરોડની આવક થઈ હતી. જેમાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ ₹ 2.27 કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે 11 નવેમ્બરે નિગમની તમામ સેવાઓની કુલ આવક ₹ 13 કરોડથી વધુ રહી હતી. આ સાથે દેશનાં તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગ અને આવકની દૃષ્ટિએ ગુજરાતે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. નિગમ સતત સાતમા વર્ષે આ સિદ્ધિ મેળવી હોવાનું જણાવાયું છે. 2019માં 74 હજાર સીટથી શરૂઆત, હવે 1.46 લાખનો આંકડો GSRTCના ડિજિટલ બુકિંગના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2019માં એક દિવસમાં 74,368 સીટનું બુકિંગ થયું હતું અને ₹ 1.53 કરોડની આવક થઈ હતી. ત્યારબાદ દર વર્ષે બુકિંગમાં વધારો નોંધાયો છે. તહેવારમાં પણ STના કર્મચારીઓએ ફરજ નિભાવી આ સિદ્ધિ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ GSRTCના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તહેવારોમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના STના કર્મચારીઓએ રાજ્યના મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આ કર્મચારીઓની મહેનતને કારણે જ નિગમ આ સિદ્ધિ હાંસલ કરી શક્યું છે. GSRTC દ્વારા મુસાફરોને સરળ, પારદર્શક અને આધુનિક પરિવહન સુવિધા આપવા માટે ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાઈબીજના દિવસે થયેલું રેકોર્ડ બુકિંગ દર્શાવે છે કે મુસાફરો હવે ટિકિટ માટે કાઉન્ટર પર જવાને બદલે મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઈન માધ્યમોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટોરેન્ટ ફાર્મા કંપની બહારથી અમદાવાદના યુવકની રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા:રિક્ષા પાછળ 'જાનું આરો' નામનું બેનર લગાવેલું, ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
    Next Article
    માંડવીમાં બે સંસ્થાઓને વોટર કુલર ભેટ મળ્યા:અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ દાતાઓના સહયોગથી ભેટ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment