Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોરેન્ટ ફાર્મા કંપની બહારથી અમદાવાદના યુવકની રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા:રિક્ષા પાછળ 'જાનું આરો' નામનું બેનર લગાવેલું, ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

    18 hours ago

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ તેમજ આર.ઓ. કંપનીની લીલા રંગની તથા પીળા કલરના હુડવાળી સી.એન.જી. રિક્ષાની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લીધાની ઘટના સામે આવી છે. આ અંગે તેમણે નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રિક્ષામાં 'જાનું આરો' નામનું બેનર લગાવેલું હતું ગીરીશભાઈ ગત 09 નવેમ્બર 2026ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં તેમના ભાઈ ઉત્તમભાઈના પાણીના આર.ઓ. પ્લાન્ટના કોન્ટ્રાક્ટ અને મેન્ટેનન્સની કામગીરી માટે ગયા હતા. તેઓ પોતાની સીએનજી રિક્ષા GJ-27-TB-4656 કંપનીના ગેટની બહાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરી અંદર કામગીરી માટે ગયા હતા. રિક્ષાના પાછળના ભાગના હુડ પર 'જાનું આરો' નામનું બેનર લગાવેલું હતું. રિક્ષાની શોધખોળ કરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો બીજા દિવસે એટલે કે 10 નવેમ્બર 2026ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે તેઓ આર.ઓ. પ્લાન્ટની કામગીરી પતાવીને કંપનીની બહાર આવ્યા ત્યારે તેમણે પોતાની રિક્ષા નિર્ધારિત જગ્યાએ હાજર જણાઈ નહોતી. ત્યારબાદ તેમણે કંપનીની આજુબાજુના વિસ્તારમાં રિક્ષાની ભારે શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આથી, રિક્ષાની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેઓએ તે જ દિવસે નંદાસણ સાયબર કેફેમાં જઈને ઓનલાઈન ઈ-એફ.આઈ.આર. નોંધાવી હતી. ચોરાવાયેલી આ સી.એન.જી. રિક્ષાની કિંમત અંદાજે રૂપિયા 1,51,000 જેટલી થાય છે. ટોરેન્ટ કંપનીની બહારથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું ઘટના અંગે 9 નવેમ્બર 2026 ના રોજ સવારના 9 વાગ્યાથી 10 નવેમ્બર 2026ના રોજ સવારના 9 વાગ્યા દરમિયાનના સમયગાળામાં મોજે ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીની બહાર આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ આર.સી. બુકની નકલ તથા જરૂરી સાધનિક કાગળો સાથે રાખીને નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચારથી વધુ ગામના લોકોને રોજગારી મળે તે માટે સરપંચોની રજૂઆત:સાસણ ગીર જંગલ સફારીની જીપ્સી વાહન વ્યવસ્થામાં અમરાપુર, કાત્રાસા અને દેવગામના સ્થાનિક યુવાનોને રોજગારી આપવા વન વિભાગને લેખિત રજૂઆત..
    Next Article
    ભાઈબીજે એક જ દિવસમાં ST બસની 1.46 લાખ ટિકિટનું બુકિંગ:99 હજાર ટિકિટ તો મોબાઈલ એપથી બુક થઈ, 13 કરોડની આવક સાથે રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત દેશમાં પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment