Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ST બસ ઉપડવામાં વિલંબની 108, ગંદકીની 83, તૂટેલી સીટ-ભીડની 41થી વધુ ફરિયાદ મળી, QR કોડથી અભિપ્રાય મગાવતા નિગમની પોલ ખૂલી

    2 weeks ago

    એસટી નિગમ હવે મુસાફરોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે માર્ચમાં શરૂ કરેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ હેઠળ મુસાફરો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને બસની સુવિધા, સ્વચ્છતા અને સ્ટાફના વર્તન અંગે સીધો પ્રતિસાદ આપી શકે છે. જેના આધારે ગણતરીના કલાકોમાં સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે. પ્રીમિયમ બસોમાં લગાવેલા ક્યુઆર કોડ પર નિગમને માર્ચ 1702 પેસેન્જરે પોતાની ફરિયાદ સાથે ફીડબેક આપ્યો હતો. એસટી બસ મોડી ઉપડવાની સૌથી વધુ 108, બસમાં ગંદકીની 83, તૂટેલી સીટ અને ભીડની 41 ફરિયાદ મળી હતી. પેસેન્જરોની સુવિધા માટે નિગમે હાલ તમામ પ્રીમિયમ બસોમાં તમામ સીટ પાછળ ક્યુઆર કોડ લગાવ્યા છે. હાલ અન્ય બસોમાં બસના દરવાજે કે ડ્રાઈવર સીટ પાછળ ક્યુઆર કોડ મૂક્યા છે આગામી દિવસોમાં તમામ બસોમાં સીટ પાછળ આ ક્યુઆર કોડ લગાવાશે. જેનાથી બસમાં સુધારો લાવી શકાશે. ઓનલાઈન બુકિંગ કરનારા ફરિયાદ કરી શકશે નિગમ દ્વારા હવે ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરોના પ્રતિસાદ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ નવી વ્યવસ્થા હેઠળ, પેસેન્જરની મુસાફરી પૂર્ણ થયા બાદ તેમના મોબાઈલ નંબર પર લિંક મોકલાશે. આ લિંક દ્વારા મુસાફરો બસની સફાઈ, સ્ટાફનું વર્તન, તૂટેલી સીટ કે બસમાં ગંદકી જેવી બાબતો પર પોતાનું રેટિંગ અને મંતવ્ય આપી શકશે. 400થી વધુ ડેપો પર ક્યુઆર કોડ લગાવાશે બસોમાં ક્યુઆર કોડનો પ્રયોગ સફળ રહ્યા બાદ આગામી દિવસોમાં અન્ય બસોમાં તેમજ નિગમના તમામ 400થી વધુ બસ ડેપો પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેટલીક વખત તો એસટી બસના ડ્રાઈવરો બસ ખાલી હોવા છતાં પણ ઊભી રાખતા નથી તેમજ પેસેન્જરો સાથે છૂટા પૈસા બાબતે પણ માથાકૂટ કરતા હોય છે. જો બસમાં ગંદકીની ફરિયાદ મળે, તો જે-તે ડેપો પર બસ પહોંચતા જ તેની સફાઈ કરાવીને તેનો ફોટો હેડ ઓફિસમાં મોકલવો પડે છે. STને મળેલી ફરિયાદ ફરિયાદનો પ્રકારસંખ્યા ઉપડવામાં વિલંબ108 બસમાં ગંદકી83 બસમાં દુર્ગંધ60 સ્ટાફનું ખરાબ વર્તન39 તૂટેલી સીટ41 વધુ ભીડ41
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:ફઈના દીકરાએ દસ્તાવેજના નામે યુવકને 20 લાખનો ચૂનો ચોપડ્યો
    Next Article
    કોન્ટ્રાક્ટરો સામે કમિશનર લાલઘૂમ:કામગીરી દરમિયાન લાઈનો તૂટશે તો 12 કલાકમાં રિપેર કરવી પડશે નહીં તો દંડ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment