Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SSG હોસ્પિટલમાં વ્યવસ્થા સામે સવાલ:રાત્રિ દરમિયાન દર્દીઓને સ્ટ્રેચર વગર હાલાકીનો VIDEO વાયરલ, RMO ડૉ.હિતેન્દ્ર ચૌહાણે તપાસના આદેશ આપ્યા

    6 hours ago

    મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલ ફરી એકવાર પોતાની કથળેલી વ્યવસ્થાઓ અને ગંભીર બેદરકારીઓને લઈને વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલનો 16 નવેમ્બર, 2026ના સમયનો વાયરલ વીડિયોએ સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે અને આરોગ્ય સેવા સામે મોટા સવાલો ઉભા કર્યા. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી અને તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. દર્દીઓએ સાધનોના આભાવે વેદના સહન કરવાનો વારો વાયરલ થયેલા વીડિયો જોવા મળે છે કે, રાત્રિના સમયે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને હેરફેર માટે સ્ટ્રેચર પણ ઉપલબ્ધ થતા નથી. સ્ટ્રેચર અને વોર્ડ બોય કે સર્વન્ટ જેવા સહાયક સ્ટાફના અભાવે દર્દીઓને પોતાની વેદના જાતે જ સહન કરવી પડે છે. ગંભીર હાલતમાં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ પહોંચતા દર્દીઓને જરૂરી તબીબી સાધનો કે વાહનો ન મળવાને કારણે લંગડાતા- લંગડાતા અને જાતે ચાલવાની લાચારી વેઠવી પડી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે રાત્રિના સમયે હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ રાખવા કે તેમની ભાળ લેવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર હોતો નથી. દર્દીઓ ભગવાન ભરોસે પોતાની સારવાર માટે વલખાં મારતા નજરે પડે છે. હોસ્પિટલ પાસે પૂરતા સાધનો હોવાનો દાવો આ ગંભીર મામલે જ્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો ત્યારે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આર.એમ.ઓ. (RMO) ડૉ. હિતેન્દ્ર ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે એસ.એસ.જી. હોસ્પિટલ પાસે દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં સાધનો અને સ્ટ્રેચર્સ ઉપલબ્ધ જ છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમામ સાધનો મોજૂદ હોવા છતાં જો રાત્રે દર્દીઓને આ પ્રકારે હાલાકી ભોગવવી પડતી હોય તો તે અક્ષમ્ય છે. તેમણે રાત્રિના સમયે ફરજ પર તૈનાત રહેલા કર્મચારીઓની લાપરવાહી સામે કડક કાર્યવાહી કરવાની અને સમગ્ર મામલે ઉંડી તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની ખાતરી આપી છે. CSR હેઠળ લાખોની સહાય પણ પરિણામ શૂન્ય? સવાલ એ ઊભો થાય છે કે માત્ર તપાસના આદેશો આપવાથી કે સસ્પેન્શનની વાતો કરવાથી શું ગ્રાઉન્ડ રિયલ બદલાઈ જશે? સરકાર દ્વારા તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી લાખો-કરોડો રૂપિયાનું ભંડોળ હોસ્પિટલના વિકાસ અને દર્દીઓની સુવિધા માટે ફાળવવામાં આવે છે. આટલું વિશાળ ભંડોળ આખરે ક્યાં વપરાય છે અને કેમ જરૂરિયાતના સમયે ગરીબ દર્દીઓ સુધી તેની સુવિધાઓ પહોંચતી નથી? સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ મોટેભાગે ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે, જેઓ ખાનગી હોસ્પિટલોનો ખર્ચ ઉઠાવી શકતા નથી. જો તેમને જ સરકારી વ્યવસ્થાઓમાં આ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, તો તેમની નૈતિક અને માનવીય સુરક્ષા સામે મોટું જોખમ ઉભું થાય છે. માત્ર કાગળ પર સુવિધાઓ હોવાના દાવા કરવાથી વાસ્તવિકતા બદલાતી નથી. વડોદરા SSG હોસ્પિટલના વહીવટી તંત્રએ માત્ર નિવેદનો આપવાને બદલે જમીની સ્તરે રાત્રિના સમયે કડક મોનિટરિંગ ગોઠવવું પડશે, જેથી કોઈ પણ દર્દીને સારવાર અથવા સાધનોના અભાવે રઝળવાનો વારો ન આવે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરની કોલેજે પ્રોફેસરને ટર્મિનેટ કર્યા:વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી હેરાન કર્યાનો આરોપ; કમલાબાગ પોલીસ મથકે અરજી
    Next Article
    "They Are Crazy": Trump On Reported Iranian 'Dirty Bomb' Plot In Washington

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment