Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરની કોલેજે પ્રોફેસરને ટર્મિનેટ કર્યા:વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી હેરાન કર્યાનો આરોપ; કમલાબાગ પોલીસ મથકે અરજી

    6 hours ago

    પોરબંદરની સ્વામિનારાયણ કોલેજે વિદ્યાર્થિનીઓ સાથે સોશિયલ મીડિયા પર ગેરવર્તણૂકના આરોપમાં બીબીએ વિભાગના પ્રોફેસર પંકિલ સોલંકીને ટર્મિનેટ કર્યા છે. આ મામલે કમલાબાગ પોલીસ મથકે લેખિત અરજી પણ આપવામાં આવી છે. નાગાર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, પ્રોફેસર પંકિલ સોલંકી કોલેજમાં ભણતી 17, 18 અને 19 વર્ષની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલતા અને મેસેજ કરીને હેરાન કરતા હતા. આ અંગે કોલેજ સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી. કોલેજ પ્રશાસને તપાસ કર્યા બાદ પ્રોફેસરને લેખિતમાં ટર્મિનેટ કર્યા હોવાનું જણાવ્યું છે. કમલાબાગ પોલીસ મથકે લેખિત અરજી આપીને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે. નાગાર્જુન મોઢવાડિયાએ વાલીઓને દીકરીઓ સાથે ખુલ્લા મનથી વાત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોલેજ જવાનું બંધ થઈ જશે એવા ડરથી વિદ્યાર્થિનીઓ ઘણી વાર આવી વાતો ઘરે જણાવતાં ખચકાય છે. તેમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થિની સાથે આવું બન્યું હોય તો તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. વાલીઓએ સંસ્થાની ભૂતકાળની અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતાનોના ભવિષ્ય અંગે જાગૃત રહેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    આઝમ ખાનને હાઈકોર્ટમાંથી ફરી જામીન, આવતીકાલે મુક્તિ શક્ય:31 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવતાની સાથે જ EDએ કસ્ટડીમાં લીધા હતા
    Next Article
    SSG હોસ્પિટલમાં વ્યવસ્થા સામે સવાલ:રાત્રિ દરમિયાન દર્દીઓને સ્ટ્રેચર વગર હાલાકીનો VIDEO વાયરલ, RMO ડૉ.હિતેન્દ્ર ચૌહાણે તપાસના આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment