Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું:SSG હોસ્પિટલમાં 25 વર્ષીય યુવકની સ્થિતિ નાજુક, ગર્ભવતી સહિત નવા કેસ નોંધાતા 25 બેડનો આઈસોલેશન વોર્ડ શરૂ

    9 hours ago

    વડોદરા શહેરમાં બદલાતા મિશ્ર વાતાવરણ વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસો સામે આવતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. શહેરમાં ગરમી, ભેજ અને વરસાદી માહોલના કારણે શરદી-ખાંસી અને તાવના કેસો વધી રહ્યા છે ત્યારે સ્વાઈન ફ્લૂના 3 કેસો નોંધાતાં તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. સયાજી (SSG) હોસ્પિટલમાં ડભોઈના એક યુવકની હાલત ગંભીર જણાતાં તેને આઈસોલેશન વોર્ડમાં BiPAP સપોર્ટ પર રાખવામાં આવ્યો છે, જ્યારે તાંદલજા અને અકોટા વિસ્તારમાંથી પણ પોઝિટિવ તથા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ હોસ્પિટલમાં તાત્કાલિક 25 બેડનો અદ્યતન આઈસોલેશન વોર્ડ સજ્જ કરી દેવાયો છે. 25 વર્ષીય યુવકની BiPAP મશીન પર સઘન સારવાર ગત 24 ઓગસ્ટના રોજ ડભોઈના એક 25 વર્ષીય યુવકને તીવ્ર તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસમાં યુવકનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે આ ચાલુ સિઝનનો SSG હોસ્પિટલનો પ્રથમ કન્ફર્મ કેસ બન્યો છે. દર્દીને શ્વાસોચ્છવાસમાં ભારે તકલીફ પડતી હોવાથી તબીબોએ તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં ખસેડી BiPAP મશીન પર સઘન ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. અકોટાની મહિલા શંકાસ્પદ જણાતાં સેમ્પલ લેવાયા શહેરના તાંદલજા વિસ્તારની 21 વર્ષીય સગર્ભા યુવતીનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. આ ઉપરાંત અકોટા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલામાં સ્વાઈન ફ્લૂના પ્રાથમિક લક્ષણો જણાતાં તેના સેમ્પલ મેળવી વિસ્તૃત પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ અને તકેદારીના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. દેશભરમાં કેસો વધતાં રાજ્ય સરકાર એલર્ટ: RMO ડૉ. જાગૃતિબેન SSG હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડૉ. જાગૃતિબેને જણાવ્યું હતું કે દિલ્હી, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં કેસો વધતાં રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજી તમામ હોસ્પિટલોને સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે. હોસ્પિટલમાં પૂરતા લોજિસ્ટિક્સ, દવાઓ અને સ્પેશિયાલિસ્ટ સ્ટાફ સાથે 25 બેડનો વિશેષ આઈસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે. હાલ પોઝિટિવ યુવકની સ્થિતિ પર નોડલ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે, જ્યારે સાજી થયેલી એક મહિલા દર્દીને રજા અપાઈ છે અને અન્ય શંકાસ્પદ કેસની પણ સઘન સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લોખંડનો સળિયો બાળકની આરપાર નીકળી ગયો:બેકાબૂ STએ મા-દીકરીનો જીવ લીધો, પાઇલટે 300ની સ્પીડે પોર્શે ઉડાવી, ખાંડ-ડુંગળી પછી હવે કાપડના ભાવ પણ વધશે
    Next Article
    ચાલુ ટ્રેનમાંથી પડતા મુસાફરને HDFC બેંક કર્મચારીએ બચાવ્યા:ધોળા સ્ટેશને 250 મીટર દોડી આધેડનો જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment