Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્ર અમેરિકાથી માતાના અંતિમસંસ્કાર માટે આવ્યો ને મૃતદેહ ડિકમ્પોઝ મળ્યો:‘અમને ન્યાય જોઈએ, મૃતદેહ નહીં લઈ જઈએ’, વડોદરની SSG હોસ્પિટલમાં પરિવારનો રેષ

    2 days ago

    શહેરની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, રંજનબેન વ્યાસ નામની મહિલાનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર વિદેશમાં હોવાથી, તેના પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. આથી, મૃતદેહને સુરક્ષિત રાખવા માટે બે દિવસ અગાઉ એસ.એસ.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. બે દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કારણ કે કોલ્ડરૂમમાં રાખવા આવેલ મૃતદેહની સ્થિતિ ખુબજ ખરાબ હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો, ત્યારે હોસ્પિટલના સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતાં તાત્કાલિક રાવપુરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. સરકારી હોસ્પિટલની બેદરકારી આવતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જો કોલ્ડ રૂમ કાર્યરત હતો, તો મૃતદેહ ડિકમ્પોઝ કેવી રીતે થયો? શું ફ્રીઝરના મેન્ટેનન્સમાં કોઈ ચૂક હતી કે પછી વીજ પુરવઠો ખોરવાયો હતો? ગમગીન પરિવાર સાથે સંવેદનશીલતા રાખવાને બદલે સ્ટાફે ગેરવર્તન કેમ કર્યું? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં પરિવારજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે હોસ્પિટલ તંત્ર આ મામલે શું તપાસ કરે છે તે જોવું રહ્યું. આક્રોશમાં આવેલા પરિવારજનો અને લોકોએ તબીબોને માર માર્યો હોવાના અક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક તબીબો સાથે થયેલા વર્તન અને ઝપાઝપી મામલે રાવપુરા પોલીસે ફરિયાદ માટે પોહચ્યા છે. ત્યારે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સળગતું કન્ટેનર બ્રિજ નીચે લટક્યું, VIDEO:ટેમ્પો સાથે ટક્કર વાગતા જ આગ ભભૂકી, વાપી ફાયર વિભાગ ઘટના સ્થળે
    Next Article
    Vadodara Accident News | ડભોઇ વડોદરા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત | Car Accident News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment