Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડાતા બાળકોને જીવનદાન:SSG હોસ્પિટલમાં 1 કિલોથી ઓછા વજન ધરાવતા ત્રિપુટી બાળકોનો બચાવ, 58 દિવસની સારવાર બાદ રજા અપાઈ

    1 day ago

    વડોદરાની સૌથી મોટી સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના એક્સ્ટ્રાબ્યુરલ NICU (EMNICU) વિભાગના તબીબોએ એક અત્યંત જટિલ કેસમાં અશક્યને શક્ય બનાવી બતાવ્યું છે. અત્યંત અધૂરા મહિને જન્મેલા અને 1 કિલોથી પણ ઓછું વજન ધરાવતા રિંકુબેનના ત્રિપુટી બાળકોને સતત 58 દિવસની સઘન અને શ્રેષ્ઠ સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 28થી 30 અઠવાડિયામાં જન્મ અને અત્યંત નાજુક સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં માત્ર 28થી 30 અઠવાડિયાના ગર્ભાશયના સમયગાળા બાદ જન્મેલા આ ત્રણેય બાળકોનું વજન જન્મ સમયે ખૂબ જ ઓછું હતું. બાળકોની નાજુક સ્થિતિને ધ્યાને રાખી જન્મના છઠ્ઠા જ કલાકે વધુ આધુનિક સારવાર માટે તેમને SSG હોસ્પિટલના EMNICU વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જટિલ બીમારીઓ અને સફળ સારવાર જન્મ સમયે ફેફસાં પૂર્ણપણે વિકસિત ન હોવાથી ત્રણેય બાળકો ‘રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ’થી પીડાતા હતા. તબીબોએ તેમને 2થી 7 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ અને ત્યારબાદ CPAP મશીન પર રાખીને શ્વાસ લેવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, અધૂરા મહિને જન્મેલા બાળકોમાં થતી આંખોની જટિલ સમસ્યા (ROP) માટે બાળક A અને C ને 'Anti-VEGF' ઇન્જેક્શનની થેરાપી આપવામાં આવી હતી, જ્યારે બાળક-Bની દવાઓથી સારવાર કરાઈ હતી. સારવાર દરમિયાન બાળક-Cમાં લોહીનો ચેપ (સેપ્સિસ) જોવા મળતાં તેની પણ સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. 58 દિવસની મહેનત બાદ વજનમાં નોંધપાત્ર વધારો તબીબી ટીમની સતત દેખરેખ, યોગ્ય પોષણ અને સંક્રમણ નિયંત્રણના પરિણામે 58 દિવસની સારવાર બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ ભયમુક્ત થયા છે અને તેમના વજનમાં નોંધપાત્ર સુધારો થયો છે: ડૉ. ઓમપ્રકાશ શુક્લા અને ટીમની સરાહનીય કામગીરી આ પડકારજનક કેસની સફળ સારવાર NICUના વિભાગીય વડા ડૉ. ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ડૉ. રિંકી શાહ, ડૉ. વૈશાલી ચાનપુરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાના કારણે પોતાના ત્રણ બાળકોને નવજીવન મળતાં પરિવારે SSG હોસ્પિટલના તમામ તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આજે 7 જિલ્લામાં રેડ અને 15માં ઓરેન્જ એલર્ટ:દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર; અમરેલીમાં 2, સુરતમાં 2 અને નવસારીમાં 4 લોકોના મોત
    Next Article
    બોક્સિંગમાં જાદુમણિ રાઉન્ડ ઑફ-16માં:લૉન બોલ્સમાં પુતુલની સતત બીજી જીત; પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને મેડલ ન મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment