Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 7 જિલ્લામાં રેડ અને 15માં ઓરેન્જ એલર્ટ:દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર; અમરેલીમાં 2, સુરતમાં 2 અને નવસારીમાં 4 લોકોના મોત

    1 day ago

    હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વાવ-થરાદ, અમદાવાદ, રાજકોટ સહિતના 15 જિલ્લાઓમાં ઓરેન્જ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિતના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 23 અને 24 જુલાઈના બે દિવસ મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને જનજીવન પ્રભાવિત કર્યું છે. બે દિવસ રાજ્યમાં 250થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં 24 જુલાઇના સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 262 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 14 અને રાધનપુર તાલુકામાં 11 ઈંચ ખાબક્યો છે. વાવ-થરાદના ભાભરમાં 10 અને દિયોદર તાલુકામાં 9 ઈંચ વરસ્યો છે. આ ઉપરાંત 39 તાલુકામાં 3થી 7 ઈંચ તો 113 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 24 જુલાઈના વરસાદની પડેપળની અપડેટ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અસર જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં તાણાઈ જવાથી સુરતમાં બે અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અમરેલી જિલ્લામાં અઢી વર્ષની બાળકી અને ખેત મજૂરનું મોત નીપજ્યું છે. વિરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાતાં ચાલકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું- પ્રધાનના રાજીનામા પર સરકાર કાલે જવાબ આપશે:આનાથી ઓછું કંઈ પણ મંજૂર નથી; પ્રદર્શનકારીઓના કેસ પાછા ખેંચવા પર સંમતિ
    Next Article
    રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડાતા બાળકોને જીવનદાન:SSG હોસ્પિટલમાં 1 કિલોથી ઓછા વજન ધરાવતા ત્રિપુટી બાળકોનો બચાવ, 58 દિવસની સારવાર બાદ રજા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment