Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સરસ્વતી શિશુમંદિરનું SSCમાં 97.91% પરિણામ:શાળાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

    7 hours ago

    પાટણની સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર) દ્વારા વર્ષ 2025-26 ના ધોરણ 10 એસ.એસ.સી. બોર્ડનું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાનું કુલ પરિણામ 97.91% રહ્યું છે, જે બોર્ડના સરેરાશ પરિણામ 83.86% કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આ સાથે શાળાએ સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના શૈક્ષણિક પ્રદર્શન મુજબ, કુલ 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. બોર્ડની પરીક્ષામાં શાળાના કુલ 18 વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લાનું કુલ પરિણામ 83.27% અને પાટણ કેન્દ્રનું પરિણામ 85.11% નોંધાયું છે, જેની સરખામણીએ શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયનું પરિણામ શ્રેષ્ઠ રહ્યું છે. વિદ્યાર્થીઓના વ્યક્તિગત દેખાવમાં, રાવલ રાજવીર નેહલકુમાર 586 ગુણ અને 97.67% સાથે શાળામાં પ્રથમ ક્રમે રહ્યો છે. ઠક્કર ધ્યેય ધર્મેન્દ્રકુમાર 577 ગુણ (96.17%) સાથે બીજા ક્રમે અને ઠક્કર પલક યોગેશકુમાર 573 ગુણ (95.50%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓમાં રાવલ મલય રિતેશકુમાર (95.33%), પટણી હેતલબેન અજય (94.50%) અને પટેલ શ્રેય ઉત્તમકુમાર (94.50%) નો સમાવેશ થાય છે. વિદ્યાલય પરિવારે આ સિદ્ધિ બદલ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી:બોટમાં માછીમારીનો સામાન નીકળ્યો, 4 દિવસમાં ડ્રગ્સ અને ડ્રોનનો કાટમાળ મળ્યો; સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર
    Next Article
    Tired of walking between Delhi Airport’s Terminals 2 and 3? A subway is on the way

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment