Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી:બોટમાં માછીમારીનો સામાન નીકળ્યો, 4 દિવસમાં ડ્રગ્સ અને ડ્રોનનો કાટમાળ મળ્યો; સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર

    11 hours ago

    રણ, ડુંગર, દરિયો અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સંવેદનશીલ કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીના વધતા જોખમો વચ્ચે સીમા સુરક્ષા દળ (BSF)ને મોટી સફળતા મળી છે. હરામી નાળા અને ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSFની ટીમે એક બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ ઘટના બાદ સરહદી અને દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. તપાસમાં માછીમારીનો સામાન મળ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, BSFના જવાનો જ્યારે ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક પાકિસ્તાની બોટ તરતી હાલતમાં મળી આવી હતી. સુરક્ષા દળોએ તુરંત બોટનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારી માટેના સાધનો અને જાળ મળી આવી છે. જોકે, બોટમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વિસ્તારમાં ‘રાઉન્ડ ધ ક્લોક’ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 4 દિવસમાં 47 ડ્રગ્સના પેકેટ અને ડ્રોનનો કાટમાળ મળ્યો કચ્છના દરિયાકાંઠે છેલ્લા કેટલાક દિવસોથી નશીલા પદાર્થો અને શંકાસ્પદ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત છે: ડ્રગ્સની હેરાફેરી: 2 દિવસ પહેલા લખપતના રોડાસર-મેડી નજીક સુગર બેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. છેલ્લા 4 દિવસમાં કચ્છના દરિયાકાંઠેથી કુલ 47 માદક પદાર્થના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. રહસ્યમય ડ્રોન: 3 દિવસ પહેલા સિંધોડી ગામના દરિયાકાંઠા પરથી એક મહાકાય ડ્રોનનો કાટમાળ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ ડ્રોનના અવશેષો પ્રાપ્ત થયા હતા. સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ પાકિસ્તાની બોટ, ડ્રગ્સના પેકેટો અને ડ્રોનનો કાટમાળ જેવી હિલચાલને પગલે દરિયાઈ સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. માંડવીથી લઈ લકી નાળા સુધીના તમામ કોસ્ટલ વિસ્તારોમાં મરીન પોલીસ અને BSF દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી અટકાવવા ટેકનિકલ દેખરેખ પણ વધારી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોમલ ભગચંદાણીએ 92% મેળવ્યા:ઇન્ફન્ટ જીસસ સ્કૂલના 27 વિદ્યાર્થીઓ 80%થી વધુ
    Next Article
    પાટણ સરસ્વતી શિશુમંદિરનું SSCમાં 97.91% પરિણામ:શાળાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment