Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ SSCમાં ઝળક્યા:76.47% પરિણામ, બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

    3 days ago

    પાટણ શહેરની શેઠ એમ.એન. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાનું કુલ 76.47% પરિણામ આવ્યું છે, જેમાં બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાએ આ વર્ષે 76.47% જેટલું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે, જે ગત વર્ષના 59% પરિણામની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. વિદ્યાર્થીઓની સખત મહેનત, વિષય શિક્ષકોનું સઘન માર્ગદર્શન અને આચાર્ય દ્વારા કરાયેલ કુશળ શૈક્ષણિક આયોજન આ પ્રગતિના મુખ્ય પરિબળો રહ્યા છે. શાળામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓમાં પટેલ સ્વર કલ્પેશકુમારે 98.02 PR અને A1 ગ્રેડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે પટેલ ફેના અજયભાઈએ 96.36 PR અને A1 ગ્રેડ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, પ્રજાપતિ ધવલ વિપુલકુમારે 93.95 PR અને A2 ગ્રેડ સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. શેઠ એમ. એન. હાઇસ્કૂલના કુલ 2 વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ અને 12 વિદ્યાર્થીઓએ 'A2' ગ્રેડ મેળવી બોર્ડની પરીક્ષામાં શાળાનું નામ રોશન કર્યું છે. અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓમાં પટેલ શ્વેત પ્રવીણકુમાર (94.12 PR, A2 ગ્રેડ), પટેલ હિત મગનભાઈ (93.44 PR, A2 ગ્રેડ), પટેલ જેની પ્રકાશકુમાર (91.43 PR, A2 ગ્રેડ), પટેલ યશ્વી વિપુલકુમાર (90.08 PR, A2 ગ્રેડ), પટેલ શુભ મહેન્દ્રભાઈ (89.29 PR, A2 ગ્રેડ), પટેલ જીમિત દિનેશકુમાર (86.15 PR, A2 ગ્રેડ) અને પ્રજાપતિ રુદ્ર રાજેન્દ્રકુમાર (85.07 PR, A2 ગ્રેડ) નો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સફળતા બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, સમગ્ર સંચાલક મંડળ તેમજ શાળા પરિવારે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    યશ પીપળીયાએ 99.99 PR મેળવ્યા:SSC બોર્ડ 2026માં ગુજરાતમાં પ્રથમ સ્થાન
    Next Article
    CVM યુનિવર્સિટીનો મોટો નિર્ણય:તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment