Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી જાગધારમાં સામુ જોવા જેવી બાબતે બે ભાઈ પર હુમલો:SRPF જવાન, તાલુકા પંચાયત સદસ્ય સહિત ત્રણ શખસે ધોકા-વાયરના દોરડાથી માર માર્યો, ત્રણેય સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    ભાવનગરના મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે સામું જોવા જેવી નજીવી બાબતે SRPFના જવાન અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત ત્રણ શખસોએ ધોકા તેમજ વાયર વડે બે ભાઈઓ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તો બન્ને ભાઈઓને સારવારમાં સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે દાઠા પોલીસ મથકમાં ત્રણ શખસો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્રણ શખસો દ્વારા ભાઈઓ પર હુમલો હીરા ઘસવાનું કામ કરતા બિપિનભાઈ શિયાળ અને તેમના ભાઈ વિશાલ પર SRPF જવાન અરવિંદ ભાલીયા, તાલુકા પંચાયત સદસ્ય પરેશ ભાલીયા અને ઉમંગ ભાલીયાએ ધોકા તથા વાયરથી ગંભીર માર માર્યો હતો. સ્થાનિક લોકોએ વચ્ચે પડીને બંને ભાઈઓને વધુ મારમાંથી બચાવ્યા હતા. ઇજાગ્રસ્તોને પ્રથમ દાઠા સરકારી હોસ્પિટલ અને બાદમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપવામાં આવી હતી. દાઠા પોલીસે ગુનો દાખલ કર્યો બિપિનભાઈની ફરિયાદના આધારે દાઠા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNS એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતની દીકરીને મોતના મુખમાંથી ખેંચી લાવી નવજીવન બક્ષ્યું:ત્રણ હોસ્પિટલે હાથ ઊંચા કર્યા, 13 વર્ષની કૃશાને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ નવજીવન આપ્યું; દુર્લભ ન્યુરોલોજિકલ બીમારી સામે જંગ જીતી
    Next Article
    Top Court To Hear Relocation Of 135-Year-Old Government Library In Delhi Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment