Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતની દીકરીને મોતના મુખમાંથી ખેંચી લાવી નવજીવન બક્ષ્યું:ત્રણ હોસ્પિટલે હાથ ઊંચા કર્યા, 13 વર્ષની કૃશાને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ નવજીવન આપ્યું; દુર્લભ ન્યુરોલોજિકલ બીમારી સામે જંગ જીતી

    1 day ago

    સુરત શહેરની સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના તબીબોએ વધુ એક વખત અસાધ્ય ગણાતી બીમારી સામે લડીને ચમત્કારિક પરિણામ આપ્યું છે. તાપી જિલ્લાના ઉમરવાડુધ ગામની ખેડૂતની 13 વર્ષીય કિશોરી અતિ ગંભીર અને જટિલ ન્યુરોલોજિકલ સમસ્યાનો ભોગ બન્યા બાદ મોત સામે ઝઝૂમી રહી હતી. ત્રણ જેટલી હોસ્પિટલોમાંથી રેફર થયા બાદ સ્મિમેર પહોંચેલી આ બાળકીને તબીબોની સમયસૂચકતા, સચોટ નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિ થકી નવજીવન મળ્યું છે. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પગે ચાલી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ છતાં ફેફસાં અને એક્સ-રે નોર્મલ, સ્થિતિ જોઈ તબીબો પણ ચોંક્યા તાપી જિલ્લાના ઉમરવાડુધ ગામના સામાન્ય ખેડૂત રાકેશભાઈ ચૌધરી અને કાપાબેનની 13 વર્ષીય પુત્રી કૃશાની તબિયત અચાનક લથડી હતી. તેને ઉનાઈ, વાંસદા અને નવસારીની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સ્થિતિ વધુ વણસતાં આખરે 20 સપ્ટેમ્બરના રોજ તેને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલની કેઝ્યુઅલ્ટીમાં લવાઈ હતી. કૃશાને શ્વાસ લેવામાં અતિશય મુશ્કેલી, આંખે ઝાંખપ દેખાવી, માનસિક અસ્વસ્થતા અને ચાલતી વખતે સંતુલન ગુમાવવા જેવી ગંભીર સમસ્યાઓ હતી. આશ્ચર્યની વાત એ હતી કે શ્વાસની આટલી ગંભીર તકલીફ હોવા છતાં તેની શ્વસનતંત્રની તપાસ અને છાતીનો એક્સ-રે એકદમ નોર્મલ આવ્યા હતા. બાળકીની કથળતી સ્થિતિ જોતાં તબીબોએ ક્ષણનોય વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક ઇન્ટ્યુબેટ કરી વેન્ટિલેટર પર મૂકી હતી. 'ગિલેન-બારે સિન્ડ્રોમ'નું નિદાન કરી પ્લાઝમાફેરેસિસ શરૂ કર્યું પ્રારંભિક તપાસમાં રિપોર્ટ્સ સ્પષ્ટ ન આવતા સ્થિતિ વધુ પડકારજનક બની હતી. જોકે, બાળકીના લક્ષણોને ખૂબ જ બારીકાઈથી તપાસ્યા બાદ સ્મિમેરના પીડિયાટ્રિક વિભાગના તબીબોએ અનુમાન લગાવ્યું કે આ કેસ ‘એટિપિકલ ગિલેન-બારે સિન્ડ્રોમ’ અને ખાસ કરીને તેના ‘મિલર ફિશર વેરિઅન્ટ’નો હોઈ શકે છે. આ એક અત્યંત જટિલ ન્યુરોલોજિકલ બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. તબીબોએ સમય બગાડ્યા વિના તાત્કાલિક આધુનિક 'પ્લાઝમાફેરેસિસ' પદ્ધતિ દ્વારા સારવાર શરૂ કરી દીધી હતી. ચાર સાયકલ બાદ ચમત્કાર: વેન્ટિલેટર હટ્યું, બાળકી હવે જાતે જમે છે અને ચાલે છે સારવાર શરૂ થતાં જ કૃશાના સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે અપેક્ષા કરતાં પણ ઝડપી અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તબીબોની મહેનત રંગ લાવી અને બાળકીને સફળતાપૂર્વક વેન્ટિલેટર પરથી હટાવવામાં આવી, ત્યારબાદ તેનો ઓક્સિજન સપોર્ટ પણ ક્રમશઃ ઘટાડીને સંપૂર્ણ બંધ કરી દેવાયો. પ્લાઝમાફેરેસિસની ચાર સાયકલ પૂર્ણ થયા બાદ કૃશા હવે સંપૂર્ણપણે સભાન છે. તે કોઈના પણ ટેકા વગર પોતાના પગે ચાલે છે, જાતે જમે છે અને રોજિંદી ક્રિયાઓ સામાન્ય બાળકની જેમ સ્વતંત્ર રીતે કરી રહી છે. બાળકીને હસતી-રમતી જોઈને તેના ખેડૂત પિતા અને માતાની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. પીડિયાટ્રિક યુનિટ-3 અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસની મહેનત ફળી આ સમગ્ર જટિલ સારવાર સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક યુનિટ-3 હેઠળ હેડ ડૉ. અજય સેઠી, ડૉ. નિરાલી મહેતા, ડૉ. રાધિકા પટેલ અને ડૉ. ફાલ્ગુની ચૌધરીની આગેવાનીમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સારવાર દરમિયાન રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ, નર્સિંગ સિસ્ટર્સ, આયા અને વોર્ડ બોય સહિતના સપોર્ટ સ્ટાફે બાળકીની 24 કલાક સતત દેખરેખ રાખી હતી. સ્મિમેરના તબીબોના સચોટ નિદાન અને સ્ટાફની અથાક મહેનતે એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરીને મોતના મુખમાંથી ખેંચી લાવી નવું જીવન બક્ષ્યું છે. ગિલેન-બારે સિન્ડ્રોમ (GBS): એક દુર્લભ પણ ગંભીર ન્યુરોલોજિકલ બીમારી ગિલેન-બારે સિન્ડ્રોમ એ એક અત્યંત દુર્લભ અને ઝડપથી ફેલાતો ઓટોઇમ્યુન ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. સામાન્ય રીતે વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન બાદ જોવા મળતી આ બીમારીની શરૂઆત પગ અને હાથમાં ઝણઝણાટી, બહેરાશ કે નબળાઈથી થાય છે, જે ધીમે-ધીમે વધીને સ્નાયુઓની અસમર્થતા અને લકવા તરફ દોરી જાય છે. ગંભીર કિસ્સાઓમાં તે શ્વાસોચ્છવાસના સ્નાયુઓ, ચહેરાની નસો અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરતી પ્રણાલીને પણ અસર કરે છે, જેના કારણે દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. જોકે, પ્લાઝમાફેરેસિસ (પ્લાઝમા બદલવાની પ્રક્રિયા) અથવા ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ અને સઘન ફિઝિયોથેરાપી દ્વારા મોટાભાગના દર્દીઓ યોગ્ય સમયે સારવાર મળે તો આ બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    The Talent Scarcity Myth: Why Strategy Churn— Not Skills Gap— Is The Top Drag On Business Goals
    Next Article
    મોટી જાગધારમાં સામુ જોવા જેવી બાબતે બે ભાઈ પર હુમલો:SRPF જવાન, તાલુકા પંચાયત સદસ્ય સહિત ત્રણ શખસે ધોકા-વાયરના દોરડાથી માર માર્યો, ત્રણેય સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment