Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી, SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા

    10 hours ago

    વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની પી.ટી.પરેડ બાદ તેમની તબિયત લથડી હતી. બાદમાં કપડા બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. દીપક બારિયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. તેમને કોઈ અગાઉની ગંભીર બીમારી હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા. બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    બોટાદના લાઠીદડથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:કેન્દ્રીય મંત્રી, કિસાન મોરચા અધ્યક્ષે ખેડૂત સંવાદ યોજ્યો
    Next Article
    વેરાવળમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા:LCBએ ₹50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment