Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા:LCBએ ₹50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત, વેરાવળ શહેરમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમીના આધારે, વેરાવળના દિવાનીયા કોલોની વિસ્તારમાં પાણીની ટાંકી નજીક આવેલા એક મકાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હતો. એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં જાવીદ ઉર્ફે અઘરો પીરભાઈ મલેક (રહે. વેરાવળ), ઇસ્માઇલ આદમભાઈ મહિડા (રહે. વેરાવળ), ઇકબાલભાઈ કાસમભાઈ વાજા (રહે. પ્રભાસ પાટણ), શબ્બીર ઇબ્રાહિમભાઈ થોબાત (રહે. પ્રભાસ પાટણ) અને અફઝલ અયુબભાઈ ભાદરકા (રહે. પ્રભાસ પાટણ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹40,000 રોકડ રકમ, ₹10,000ની કિંમતના મોબાઇલ ફોન અને જુગારનું અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું. કુલ ₹50,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી, SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા
    Next Article
    Buying an EV in Karnataka? New tax laws could make your electric car costlier

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment