Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:SRP ગ્રુપ-1માં થઈ હતી નિમણૂક, ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા

    11 hours ago

    વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. તેમની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમમાં જોડાયેલા હતા. સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી. કપડાં બદલતા સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ ઢળી પડ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા. ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. દીપક બારીયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. આ ઘટના સવારે 10 વાગ્યા આસપાસ બની હતી તેમને કોઈ અગાઉની ગંભીર બીમારી હોવાનું હજુ સામે આવ્યું નથી. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ભાજપે વાનચાલક રાજેશ માછીને મનપાની ટિકિટ આપી:‘લોકો કહેતાં કેમ ગાંડાની જેમ ભાગે છે, તને ક્યાં ઉમેદવાર બનાવશે?, મોદી સાહેબ ચા વેચીને આગળ આવ્યા, ગરીબોની વેદના સમજે છે’
    Next Article
    સમી-હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત:બે બાળકો સહિત 4 ઘાયલ, ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કરના CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment