Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કાકા-ભત્રીજા પર 4 રાઉન્ડ ફાયરિંગ, CCTV:બુલેટ રેસ કરતા ટોકતા યુવકે મોટા ભાઈને બોલાવ્યો, જાણ કરતા પિતાએ આવી ફાયરિંગ કર્યું; ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત

    19 hours ago

    રાજકોટમાં બુધવારે(8 જુલાઈ) ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બુલેટ રેસ કરતા યુવકોને કૃષ્ણદીપસિંહ નામના યુવકે ટોક્યા હતા. તે સમયે તેમના કાકા પણ ત્યાં પહોંચ્યા હતા. આ બાબતે માથાકૂટ થતાં યુવકે મોટાભાઈને બોલાવ્યો, બાદમાં વધુ બબાલ થતાં મોટાભાઈએ પિતાને બોલાવ્યા. રણજીત વાળા નામના શખસે ઘટનાસ્થળે પહોંચતા જ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ‘કૃષ્ણસિંહ છોકરા સાથે બોલાચાલી કરતા હતા’ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોતે ખેતી કામ કરે છે અને નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આશાપુરા કૃપા નામના મકાનમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 8 જુલાઈના રાત્રિના 9 વાગ્યાના અરસામાં જમીને અમારી શેરીમા વોકીંગ કરવા નિકળ્યો હતો, ત્યારે આશરે 9:30 વાગ્યા દરમિયાન શેરીમા મારા માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી હું ત્યાં ગયો તો કૃષ્ણસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. ‘બુલેટ રેસ કરતા ટોક્યા હતા’ મેં પૂછતા જણાવ્યું કે આ છોકરાઓ અવારનવાર આ રોડ પરથી બુલેટ સ્પીડમા ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે. તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવારનવાર કહ્યું છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે અને આજે પણ બુલેટ સ્પીડમાં રેસ કરતા હતા. જેથી મેં તેમને રોક્યા હતા, તેમ કહેતા આ ત્રણ છોકરામાથી એક છોકરો જેને અભિમન્યુએ રાજવીર કહીને બોલાવ્યો હતો તે પણ જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી કૃષ્ણસિંહ એ તે છોકરાને ઝાપટ મારી હતી. જેથી મે બંનેને જુદા પાડ્યા હતા. અને કૃષ્ણસિંહએ છોકરાનું નામ પૂછતા તેને તેનું નામ અભિમન્યુ જણાવ્યુ હતુ અને પિતાનુ નામ પુછતા રણજીતભાઈ વાળા જણાવ્યું હતું. ‘ફોન કરીને ભાઈને બોલાવ્યો’ જે બાદ આ અભિમન્યુએ કહ્યું કે ઉભા રહો હમણા મારા ભાઈ રાજવીરને બોલાવુ તેમ કહી તેને કોઈને ફોન કર્યો હતો અને ફોનમાં કહ્યું કે અમારે અહીં ટી.આર.પી.વાળા રોડે લપ થઈ છે. તું જલદી આવ ત્યારબાદ 5 મિનિટમાં એક છોકરો એક્ટિવા લઈને આવ્યો અને કૃષ્ણસિંહની સામે ઉભા રહીને પુછ્યુ કે શું છે તમારે ? મારા ભાઈની સાથે કેમ લપ કરી? અને કૃષ્ણસિંહ આ છોકરા સાથે વાત કરતા હતા ત્યા એક્ટિવામાં આવેલો છોકરો પણ કૃષ્ણસિંહને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો. જેથી કૃષ્ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. ‘આપણે લપ થઈ તે પાછા આવી ગયા’ જે બાદ અભિમન્યુ બાજુમાંથી બોલ્યો કે ભાઈ તુ આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા આ રાજવીરે કોઈને ફોન લગાડી કહ્યું કે પપ્પા તમે અહીં ટી.આર.પી.વાળા રોડ પર આવો અહીં મને અને અભિમન્યુને એક અંકલે મારી લીધું છે. ત્યારબાદ મે કૃષ્ણસિંહને કહેલ કે આ છોકરાઓ સાથે આપણે માથાકુટ નથી કરવી ચાલ ઘરે જઈએ. ત્યારબાદ કૃષ્ણસિંહ અને હુ કૃષ્ણસિંહના ઘરે જતા રહ્યા હતા અને ફળિયામા હીંચકા પર બેઠા હતા ત્યારે કૃષ્ણસિંહ ફાકી ખાતા હોય અને તે દરવાજો ખોલીને ગેટની બહાર પગથિયા ઉપર ઊભા રહીને શેરીમા થૂંકવા જતા શેરીમાં દેકારો થતા તેણે આમ શેરીમાં નજર કરી મને કહેલ કે, આ આપણે લપ થઈતી તે લોકો પાછા આવી ગયા છે. ‘મને ધક્કો મારી કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા’ તે લોકો ગાળાગાળી કરવા લાગતા કૃષ્ણસિંહ શેરીમા ગયા અને સામેથી અભિમન્યુ તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે આ જો અમારો બાપ આવી ગયો એટલુ કહેતા તેના પિતાએ તેના હાથમા રહેલ બંદુકથી હવામાં ફાયરિંગ કર્યા અને કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના બંને છોકરા અભિમન્યુ અને રાજવીર બંને કૃષ્ણસિંહની સાથે મારામારી કરવા લાગ્યા હતા અને બોલતા હતા કે પપ્પા આને ૫તાવી જ દયો. આપણું નામ જ કેમ લીધુ, આ લોકોએ. આમ કહી કૃષ્ણસિંહને ત્રણેય જણા મારવા લાગ્યા અને હુ પણ આ દરમિયાન વચ્ચે પડ્યો, પરંતુ રણજીતે મને ધક્કો મારી કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા. ‘નજીક ન આવતો નહી તો ઉડાડી દઈશ’ ત્યારબાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરા બુમો પાડતા હતા કે પપ્પા આને મારી જ નાખો હજી ગોળી મારો આ જીવતો ન રહેવો જોઈએ. એટલામાં હુ દોડીને મારા માસાને બોલાવવા ગયો અને મારા માસા પણ ઘરમાંથી બહાર શેરીમા આવ્યા અને આ બનાવ સમયે અવાજ થતા બાજુમા રહેતા કૃષ્ણસિંહના દાદા રહેન્દ્રસિંહ બહાર આવ્યા અને એ પણ વચ્ચે પડવા જતા આ રણજીતે તેના હાથમા રહેલ બંદુક તેમના માથામા મારી તેમને ઈજા કરી હતી. એટલામાં દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતા રણજીતે તેના હાથમાં રહેલી બંદુક દિગ્વિજયસિંહ સામે તાકીને કહેલ કે નજીક ન આવતો નહી તો ઉડાડી દઈશ. ‘કૃષ્ણસિંહના માથામાંથી લોહી નીકળતુ હતું’ એટલી વારમા કિરીટસિંહ તેના હાથમા પાઈપ લઈને આવ્યા અને રણજીતને શરીરના ભાગે બે ત્રણ પાઈપ મારી દીધા, ત્યારબાદ રણજીત તેમજ તેના બંને દીકરા પાર્કિંગ બાજુ ભાગી ગયા હતા. ત્યારબાદ કૃષ્ણસિંહના માથામાંથી લોહી નીકળતુ હોય અને આખો ઢાળી દીધી હતી. જેથી અમે ઝડપથી ખાનગી ગાડીમા ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉકટરે મારા ભાઈ કૃષ્ણસિંહને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ કૃષ્ણિસિંહના પીતરાઇ દાદા રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને પણ ગીરીરાજ હોસ્પીટલમા સારવારમાં દાખલ કર્યા છે હાલ તેની સારવાર ચાલુ છે. ‘રણજીતે રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઈજા કરી’ આ રણજીત વાળા તથા તેના બંને દીકરા રાજવીર વાળા તથા અભિમન્યુ વાળાએ મારા ભાઈ કૃષ્ણસિંહ તથા રહેન્દ્રસિંહને સામાન્ય બોલાચાલીનો ખાર રાખી રાજવીર વાળાએ તાત્કાલિક તેના પપ્પા રણજીત વાળાને બોલાવી રણજીત વાળાએ પોતાના હાથમા ગેરકાયદેસર બંદુક ધારણ કરી મારી નાખવાના ઇરાદે તેમની પાસે રહેલ બંદુકમાથી ફાયરિંગ કરી મારા ભાઈ કૃષ્ણસિંહને પેટમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું તેમજ તેના બંને દીકરાએ આને મારી જ નાંખો આ જીવતો ના રહેવો જોઈએ તેમ કહી કૃષ્ણસિંહ સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત રણજીતે રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. પિતાને હથિયાર સાથે બોલાવ્યા, 4 રાઉન્ડ ફાયરિંગ: ACP વધુમાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, મૃતક કૃષ્ણદીપસિંહ મોકાજી સર્કલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા માણસો સાથે તેમને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી બાદ તે વ્યક્તિઓએ પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર કે રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાથી હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકનો પરિવાર પોલીસ વિભાગ સાથે જોડાયેલો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતક કૃષ્ણદીપસિંહના ભાઈ પોલીસ વિભાગમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) ટીમમાં ફરજ બજાવે છે. ‘રણજીત વાળા અને તેના બે પુત્રએ આપ્યો ઘટનાને અંજામ’ ઘટના અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 8 જુલાઈના સાંજના સમયે બાઈક ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેમના બે પુત્ર રાજવીર અને અભી વાળા દ્વારા મોકાજી સર્કલ પાસે રહેતા કાકા રહેન્દ્રસિંહ અને ભત્રીજા કૃષ્ણદીપસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું મૃત્યુ થયું છે, જ્યારે કાકા રહેન્દ્રસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હત્યામાં 8 શખસો સામેલ હોવાનું પ્રાથમિક અનુમાન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહના મૃતક અને તેનો પરિવાર કૌટુંબિક સગા થતા હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનામાં 7થી 8 જેટલા શખસો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. વેરાવળમાં જુગાર દરોડા દરમિયાન PIએ હવામાં ફાયરિંગ કર્યું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના કોલીવાળા વિસ્તારમાં મંગળવારે(7 જુલાઈ) સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા જુગાર ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો અને ટોળાએ ઘેરાવ કરતા SMCના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સીસોદીયાએ કાયદો-વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. SMCની ટીમ કોલીવાળા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબૂ બહાર જવાની સ્થિતિ સર્જાતા PI સીસોદીયાએ ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો, 3 લોકોનાં મોત:90 ઠેકાણાઓને નિશાન બનાવ્યા; ટ્રમ્પ બોલ્યા- હું ઈરાનનાં હિટલિસ્ટમાં સૌથી ઉપર છું
    Next Article
    અમરેલીમાં સિંહ હુમલામાં યુવકના મોતનો મામલો:ગેરકાયદેસર સિંહદર્શન બાદ મોબાઈલ ડેટા ફોર્મેટ મારતા શંકા ઘેરી બની, 2 શંકાસ્પદની પૂછપરછ, એક સિંહ પાંજરે પૂરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment