Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતા નગરમાં SRP, NCC, નર્મદા પોલીસે સાયકલ રેલી યોજી:"ફિટ ઇન્ડિયા" અભિયાન અંતર્ગત "સન્ડે ઓન સાયકલિંગ"નું આયોજન

    5 days ago

    નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રવિવારે SRP, NCC અને નર્મદા પોલીસ દ્વારા સંયુક્તપણે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. "ફિટ ઇન્ડિયા" અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીમાં અધિકારીઓ, કર્મચારીઓ, NCC કેડેટ્સ અને અન્ય સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ 2019માં શરૂ કરાયેલ "ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ"નો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવાનો છે. આ અભિયાન અંતર્ગત દર વર્ષે 1 જૂનથી 14 જૂન દરમિયાન દેશભરમાં સાયકલ રેલીઓ, યોગ કાર્યક્રમો અને આરોગ્ય જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ સૌને સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત, યોગ, રમતગમત અને સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી. ત્યારબાદ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. એકતા નગરના વાતાવરણમાં યોજાયેલી આ રેલી દરમિયાન સહભાગીઓએ ફિટનેસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવ્યો હતો. આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં વધતા મોબાઇલ એડિક્શન, શારીરિક નિષ્ક્રિયતા અને જંકફૂડની આદતો જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો. વ્યસ્ત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો કસરત અને શારીરિક પ્રવૃત્તિઓથી દૂર થઈ રહ્યા છે, જેના પરિણામે મેદસ્વિતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં સાયકલિંગ જેવી સરળ અને અસરકારક પ્રવૃત્તિ લોકોને તંદુરસ્ત જીવન તરફ પ્રેરિત કરી શકે છે. કાર્યક્રમ દરમિયાન એકતા નગર SRPના કમાન્ડન્ટ જ્યોતિ પટેલે (IPS) જણાવ્યું હતું કે, SRP, NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી "સન્ડે ઓન સાયકલિંગ"નું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પોલીસ, SRP જૂથ-18 અને NCC દ્વારા આયોજિત આ સાયકલ રેલી માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા, સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને "ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા"ના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક સફળ પ્રયાસ સાબિત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ:શહેરમાં વિકાસ, પારદર્શિતા અને નાગરિક સુવિધા પર ચર્ચા
    Next Article
    Gujarat Monsoon Update Live | ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિમી જ દૂર | Rain | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment