Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRP કોન્સ્ટેબલ બન્યો બુટલેગર:લીંબડી સપ્લાયર દારૂનો જથ્થો આપી ગયા બાદ પોતાની કારમાં રાજકોટ લાવ્યો, છેલ્લા એક વર્ષથી નોકરીમાં ગેરહાજર હતો

    15 hours ago

    રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે જ દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો પણ મેદાને ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જોકે, પોલીસ પણ સતર્ક બની બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે. આ વખતે રાજકોટ શહેર PCB ટીમ દ્વારા ઘંટેશ્વર ખાતે કાર્યરત SRP ગ્રુપ 13નો કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારની ડેકીમાં દારુની બોટલ મળી આવી હતી રાજકોટ શહેર PCB ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કૂવાડવા રોડ પર સિલ્વર કલરની સ્વીફ્ટ કાર નં.જીજે.19.એએ.2948 પસાર થતા તેને અટકાવી તપાસ કરતા કારની ડેકીમાં પ્લાસ્ટિકના કોથળા તેમજ પુઠાના બોક્સમાં ઈંગ્લીશ દારૂની 384 બોટલ મળી આવી હતી. આ પછી કારના ચાલક ભાલુભા રાજાભા બળદા (ઉ.વ.36)ની પૂછપરછ કરતાં તે ઘંટેશ્વર ખાતે SRP ગ્રુપ-13માં કોન્સ્ટેબલ તરીફે ફરજ બજાવતો હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. સપ્લાયર લીંબડી સુધી દારુ આપી ગયો ને ત્યાંથી કોન્સ્ટેબલ કારમાં રાજકોટ લાવ્યો પોલીસે આરોપી ભાલુભાની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં તે દારૂનો આ જથ્થો લીંબડી નજીક આવેલા એક ગામડામાંથી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનનો શખસ તેને લીંબડી સુધી આપી ગયો હતો જ્યાંથી જથ્થો લઈ રાજકોટમાં ચિરાગ નામના શખસને પહોંચાડવાનો હોવાનું રટણ કર્યું હતું. પોલીસે દારૂના 1.30 લાખની કિંમતના દારૂના 384 ચપલા તેમજ કાર સહિત કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાલુભાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું હતું કે, SRP ગ્રુપ 13નો કોન્સ્ટેબલ ભાલુભા રાજાભા બળદા છેલ્લા એક વર્ષથી નોકરી ઉપર ગેરહાજર છે. અગાઉ પણ તેણે આ પ્રકારે ખેપ મારી હોવાનું જાણવા મળ્યું હતું જો કે પોલીસની ઝપટે પ્રથમ વખત જ ચડ્યો હતો. ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચમાં તેણે દારૂની હેરાફેરી કરી હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ પોલીસે ચિરાગ નામના શખસની પણ શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    World Art Day: Celebrating the visual folklore of India’s tribal and folk masters
    Next Article
    ઘરઘાટી મહિલાએ 1.75 લાખની ડાયંમડની બુટ્ટી ચોરી:નોકરી પર લાગી તે દિવસે જ ધાડ પાડી, વેજલપુરમાંથી મહિલા ચોરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment