Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRP કોન્સ્ટેબલ બન્યો બુટલેગર:લીંબડી નજીક સપ્લાયર દારૂનો જથ્થો આપી ગયા બાદ પોતાની કારમાં રાજકોટ લાવ્યો'તો, છેલ્લા એક વર્ષથી નોકરીમાં ગેરહાજર હતો

    1 week ago

    રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે જ દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો પણ મેદાને ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે જો કે પોલીસ પણ સતર્ક બની બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે. આ વખતે રાજકોટ શહેર પીસીબી ટિમ દ્વારા ઘંટેશ્વર ખાતે કાર્યરત એસઆરપી ગ્રુપ 13નો કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર પીસીબી ટિમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કૂવાડવા રોડ પર સિલ્વર કલરની સિસ્વિફ્ટ કાર નં.જીજે.19.એએ.2948 પસાર થતા તેને અટકાવી તલાશી લેતાં કારની ડેકીમાં પ્લાસ્ટિકના કોથળા તેમજ પુઠાના બોક્સમાં ઈંગ્લીશ દારૂના 384 ચપલા મળી આવ્યા હતા. આ પછી કારના ચાલક ભાલુભા રાજાભા બળદા (ઉ.વ.36)ની પૂછપરછ કરતાં તે ઘંટેશ્વર ખાતે એસઆરપી ગ્રુપ-13માં કોન્સ્ટેબલ તરીફે ફરજ બજાવતો હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે આરોપી ભાલુભાની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં તે દારૂનો આ જથ્થો લીંબડી નજીક આવેલા એક ગામડામાંથી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનનો શખસ તેને લીંબડી સુધી આપી ગયો હતો જ્યાંથી જથ્થો લઈ રાજકોટમાં ચિરાગ નામના શખસને પહોંચાડવાનો હોવાનું રટણ કર્યું હતું. પોલીસે દારૂના 1.30 લાખની કિંમતના દારૂના 384 ચપલા તેમજ કાર સહિત કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાલુભાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું હતું કે એસઆરપી ગ્રુપ 13નો કોન્સ્ટેબલ ભાલુભા રાજાભા બળદા છેલ્લા એક વર્ષથી નોકરી ઉપર ગેરહાજર છે. અગાઉ પણ તેણે આ પ્રકારે ખેપ મારી હોવાનું જાણવા મળ્યું હતું જો કે પોલીસની ઝપટે પ્રથમ વખત જ ચડ્યો હતો. ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચમાં તેણે દારૂની હેરાફેરી કરી હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ પોલીસે ચિરાગ નામના શખસની પણ શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MLA સોટ્ટા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે બટાઝટી, કાર્યકરો વચ્ચે મુક્કામારી:સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ, પોલીસ અને કોંગી કાર્યકરોએ એકબીજાને લાતો મારી અને કાઠલાં પકડ્યાં
    Next Article
    SMCએ માત્ર કોંગ્રેસના જ ઝંડા હટાવ્યા?:ભાજપના ઝંડા યથાવત હોવાના આક્ષેપ સાથે કાશીનગરમાં હંગામો, વિપક્ષને નિશાન બનાવતા હોવાનો આક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment