Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોદરીયા રોડ પર બાઈકે ટક્કર મારતા મહિલાને ગંભીરઈજા:ગોધરા SRP ગ્રુપ-05ના 31 વર્ષીય યુવાનનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મૃત્યુ

    8 hours ago

    ગોધરા તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. એક ઘટનામાં કોદરીયા રોડ પર બાઇકચાલકે એક મહિલાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ છે. જ્યારે બીજી ઘટનામાં ગોધરા SRP ગ્રુપ-05ના 31 વર્ષીય યુવાનનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કોદરીયા ગામના ઠાકોર ફળિયામાં રહેતા સુમિત્રાબેન ધર્મેન્દ્રસિંહ પરમાર ખેતરમાંથી ઘાસ લઈને કોદરીયાથી ખીલોડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક બાઇકચાલકે તેમને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સુમિત્રાબેનને હાથ, પગ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇકચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં, ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલા SRP ગ્રુપ-05 પરિસરમાં રહેતા કમલકુમાર મહેશકુમાર લાલવાણી (ઉં.વ. 31) એ 24 ઓગસ્ટની રાત્રે પોતાના નિવાસસ્થાને એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી તબાહી, 1000 ગુમ, 95 મોત:પાવર પ્લાન્ટ-પુલ તણાયા; 133 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહ્યા હતા
    Next Article
    અબુધાબી, શારજાહ અને કુવૈતની ફ્લાઇટ્સમાંથી ₹49.23 લાખનું દાણચોરીનું સોનું જપ્ત:અમદાવાદ એરપોર્ટ પર 2 મહિલા મુસાફરો અને દંપતી પાસેથી 299 ગ્રામ સોનાના દાગીના ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment