Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબુધાબી, શારજાહ અને કુવૈતની ફ્લાઇટ્સમાંથી ₹49.23 લાખનું દાણચોરીનું સોનું જપ્ત:અમદાવાદ એરપોર્ટ પર 2 મહિલા મુસાફરો અને દંપતી પાસેથી 299 ગ્રામ સોનાના દાગીના ઝડપાયા

    9 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર વિદેશથી ગેરકાયદે સોનાની દાણચોરી કરવાના પ્રયાસો સામે કસ્ટમ્સ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ લાલ આંખ કરી છે. બે દિવસ અગાઉ ભાવનગરની એક તબીબ યુવતી સોના સાથે ઝડપાયા બાદ આજે 26 ઓગસ્ટના રોજ વહેલી સવારે કસ્ટમ્સ અધિકારીઓએ એક જ દિવસમાં 3 અલગ-અલગ ફ્લાઇટ્સના મુસાફરોને અટકાવીને સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે હાથ ધરાયેલી આ સઘન તપાસ દરમિયાન 2 મહિલા મુસાફરો તેમજ એક દંપતી પાસેથી કુલ 299.490 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા, જેનું અંદાજિત બજાર મૂલ્ય 49,23,602 રૂપિયા આંકવામાં આવ્યું છે. અબુ ધાબીથી આવેલી મહિલા પાસેથી ₹16.72 લાખની સોનાની ચેઇન જપ્ત કસ્ટમ્સ અધિકારીઓએ અબુ ધાબીથી અમદાવાદ આવી પહોંચેલી એતિહાદ એરવેઝની ફ્લાઇટ નંબર EY246ના મુસાફરોની ચકાસણી હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતાં એક મહિલા પેસેન્જરને અટકાવીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી ગુપ્ત રીતે છુપાવેલી 24 કેરેટ સોનાની 2 ચેઇન મળી આવી હતી, જેનું કુલ વજન 100.060 ગ્રામ હતું. બજારમાં આશરે 16,72,003 રૂપિયાની કિંમત ધરાવતો આ સોનાનો જથ્થો કસ્ટમ્સ એક્ટ 1962 ની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો. શારજાહની ફ્લાઇટમાંથી આવેલા દંપતી પાસેથી ₹23.41 લાખના દાગીના ઝડપાયા બીજા કિસ્સામાં શારજાહથી અમદાવાદ આવેલી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 દ્વારા આવેલા એક દંપતીની હિલચાલ શંકાસ્પદ જણાતાં AIU ની ટીમે તેમને રોકીને પૂછપરછ હાથ ધરી હતી. તેમની અંગઝડતી અને સામાનની તપાસ દરમિયાન છુપાવીને લવાયેલી 24 કેરેટ સોનાની 4 બંગડીઓ અને 2 સોનાની ચેઇન મળી આવી હતી. આ દાગીનાનું કુલ વજન 140.030 ગ્રામ અને બજાર કિંમત 23,41,739 રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ તંત્રએ આ તમામ દાગીના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુવૈતથી આવેલી મહિલા પાસેથી ₹9.09 લાખના દાગીના કબ્જે ત્રીજા કેસમાં કુવૈતથી આવેલી કુવૈત એરવેઝની ફ્લાઇટ નંબર KU347 દ્વારા આવેલી એક મહિલા મુસાફર પાસેથી 22 કેરેટ સોનાના 59.400 ગ્રામ વજનના દાગીના મળી આવ્યા હતા. જેમાં 1 સોનાનો નેકલેસ, 2 કાનની બુટ્ટી, 1 વીંટી અને પેન્ડન્ટ સાથેની 1 ચેઇન સામેલ હતી, જેની કુલ કિંમત 9,09,860 રૂપિયા આંકવામાં આવી હતી. આમ, કસ્ટમ્સ AIU દ્વારા એક જ દિવસમાં 240.090 ગ્રામ (24 કેરેટ) અને 59.400 ગ્રામ (22 કેરેટ) મળીને કુલ 299.490 ગ્રામ સોનું કબ્જે કરવામાં આવ્યું હતું. વારંવાર ટૂંકા ગાળામાં વિદેશ પ્રવાસ કરતા શંકાસ્પદ મુસાફરો પર કસ્ટમ્સ વિભાગે સર્વેલન્સ વધુ સઘન બનાવી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    કોદરીયા રોડ પર બાઈકે ટક્કર મારતા મહિલાને ગંભીરઈજા:ગોધરા SRP ગ્રુપ-05ના 31 વર્ષીય યુવાનનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મૃત્યુ
    Next Article
    Viral Circling Cow:UP के Shravasti से हैरान कर देने वाला मामला,बीमारी पर भारी अंधविश्वास?Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment