Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRP જવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત:વડોદરામાં બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું, ચાલી શકતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રજા પર હતો

    1 week ago

    વડોદરા શહેરમાં વધુ એક જવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બનાવ સામે આવ્યો છે. જેમાં SRP જવાન છેલ્લા એક વર્ષથી રજા પર હતો. કારણ કે તેઓને બીમારી હતી, બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિમારીથી કંટાળી SRP જવાને ગળેફાંસો ખાધો વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલ મહાનગર સોસાયટીમાં રહેતા સુમનભાઈ શકુભાઇ રાઠવા (ઉંમર વર્ષ 44) છેલ્લા કેટલાય વર્ષોથી એસઆરપી ગ્રુપ એકઆ ફરજ બજાવતા હતા. તેઓને છેલ્લા એક વર્ષથી કમરમાં મણકાની બીમારી હોવાથી તેઓ ચાલી શકતા ન હતા. જેથી તેઓ એક વર્ષથી રજા પર હતા. તેઓને ચાર દીકરીઓ છે. બિમારીથી કંટાળી તેઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ સુમનભાઇ શકુભાઇ રાઠવા SRP જવાન તરીકે ફરજ બજાવતા હતા અને આ પગલું બીમારીના કારણે ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ આજે સવારે પોતાના મ.નં.બી/121ના પાછળના ભાગે આવેલ પતરાવાળા સ્ટોરરૂમમા છતની લોખંડની પાઇપ સાથે સાડી બાંધી કોઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો આ બનાવને લઈ વાડી પોલીસે મૃતક સુમનભાઇના મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ આપઘાત પાછળ બીમારી સહિત અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધાની CODEAVOUR 7.0 યોજાઈ:25 સ્કૂલના 300 કરતા વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો; AI, કોડિંગ અને રોબોટિક્સના લાઈવ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન
    Next Article
    વાડીમાં છુપાવેલો 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.:પાતાપુરની વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: 1390 બોટલ સાથે બે શખ્સો જેલહવાલે, અન્ય ત્રણની શોધખોળ શરૂ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment