Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધાની CODEAVOUR 7.0 યોજાઈ:25 સ્કૂલના 300 કરતા વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો; AI, કોડિંગ અને રોબોટિક્સના લાઈવ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન

    1 week ago

    અમદાવાદમાં ટેકનોલોજી અને શિક્ષણને પ્રોત્સાહન આપતી રાજ્યકક્ષાની CODEAVOUR 7.0 સ્પર્ધા યોજાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્યભરની 25 જેટલી સ્કૂલાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ સારો રોબોટ બનાવનાર અને સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. વિજેતા વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલ પર પોતાની કાબેલિયત સાબિત કરશે. ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો એચ.બી. કાપડિયા હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા CODEAVOUR 7.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અને તાલુકા સ્તરે યોજાયેલી પ્રાથમિક સ્પર્ધાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 25થી વધુ સ્કૂલમાં 300 કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના નવીન અને ક્રિયેટિવ રોબોટ્સ બનાવીને રજૂ કર્યા હતા. તેમજ ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નવીન વિચારશક્તિનો વિકાસ કરવાનો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત રાજ્યકક્ષાની CODEAVOUR 7.0માં વિદ્યાર્થીઓએ લાઈવ પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશન, ઈન્ટરેક્ટિવ સેશન અને ઇનોવેટિવ પ્રદર્શન દ્વારા પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટની નવીનતા, ઉપયોગિતા અને ટેક્નિકલ સમજણને ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્પર્ધાના અંતે નિષ્ણાતોના મૂલ્યાંકનના આધારે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. જ્યાં તેઓ પોતાના કૌશલ્યને વધુ ઊંચા સ્તરે રજૂ કરશે. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યાઃ હર્ષ કાપડિયા એચ.બી. કાપડિયા સ્કૂલના ટ્રસ્ટી હર્ષ કાપડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાતની અલગ અલગ સ્કૂલોની 90 જેટલી ટીમ ભાગ લીધો હતો. સ્કૂલોમાંથી અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ટ્રેક 1, ટ્રેક 2 અને ટ્રેક એક ત્રણ ટેક પર કોમ્પિટિશન યોજવામાં આવી છે. વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યા છે અને બીજી ટીમ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. રોબોટ્સથી ફૂટબોલ રમીને ગોલ કરવા જેવી અલગ-અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી. ‘એચ. બી. કે. સ્કૂલમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ’ વધુમાં હર્ષભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા AI સમિટ યોજવામાં આવી હતી. AI અને રોબોટિક્સનું મહત્વ પણ વધી રહ્યું છે. તેમજ AI અને રોબોટિક્સ શીખ્યા વગર ચાલી શકે તેમ પણ નથી, જેથી વિદ્યાર્થીઓ તે શીખે અને મોટા લેવલ પર ભાગ લેશે તો દેશને તેનો ઘણો ફાયદો થશે. તેમજ દુનિયામાં પણ લીડર તરીકે ઉભરી આવીશું. એચ.બી.કે શાળામાં પણ પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ નવા જમાના પ્રમાણે તૈયાર થાય તે માટે આ સ્પર્ધા યોજવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષના 7 આરોપ:જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગણી કરતી નોટિસમાં દાવો - સરકારના ઈશારે ચાલે છે, SIRથી મતાધિકાર છીનવી લીધો
    Next Article
    SRP જવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત:વડોદરામાં બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું, ચાલી શકતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રજા પર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment