Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPU કાયદા વિભાગે ઓરિએન્ટેશન અને લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો:કુલપતિએ વિદ્યાર્થીઓને કાયદાશાસ્ત્ર અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું

    16 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદા વિભાગ દ્વારા પ્રથમ વર્ષના એલએલબી અને એલએલએમના વિદ્યાર્થીઓ માટે "ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને લીગલ અવેરનેસ પ્રોગ્રામ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલના માર્ગદર્શન અને વિભાગીય વડા પ્રો. ડૉ. પરેશ આચાર્યના પ્રોત્સાહન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે કુલપતિએ વિદ્યાર્થીઓને કાયદાશાસ્ત્રના અભ્યાસ દ્વારા સમાજ ઉપયોગી બનવા પ્રેરણા આપી હતી. તેમણે અભ્યાસ અને વકીલાતના વ્યવસાયમાં નૈતિક મૂલ્યો અને એથિક્સ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કાયદા વિભાગના અધ્યાપકોએ નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક વ્યવસ્થા, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, પુસ્તકાલય અને સંશોધન સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, કાનૂની શિક્ષણનું મહત્વ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, મૂટ કોર્ટ, ઇન્ટર્નશિપ અને વ્યવસાયિક તકો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડીએસએલએ (DSLA) આણંદના સેક્રેટરી અને માનનીય જજ જી.ડી. પડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય, લોક અદાલત, ગ્રાહક અધિકારો, સાયબર કાયદો તથા મહિલા અને બાળકોના કાનૂની રક્ષણ અંગે ઉપયોગી માહિતી આપી હતી. જજ જી.ડી પડિયાએ "સોશિયલ મીડિયાનો ઉપયોગ અને કાનૂની ક્ષેત્રના તાલીમાર્થીઓ" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) વકીલાતને વેપાર નહીં, પરંતુ એક ઉમદા જાહેર સેવા માને છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાતો કરવા પર કડક મનાઈ છે અને ઓનલાઈન પોસ્ટ કે રીલ્સ બનાવતી વખતે ન્યાયાલયની ગરિમા તથા અસીલોની ગોપનીયતા જાળવવી અનિવાર્ય છે. કુલ ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વિભાગના તમામ પ્રોફેસરો અને સ્ટાફ પરિવારે નવોદિત વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદ સાથે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવપ્રવેશિત વિદ્યાર્થીઓની કાનૂની સફર માટે અત્યંત માર્ગદર્શક અને સફળ સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પ્રફુલ પટેલના જન્મદિવસ નિમિત્તે રોપા વિતરણ:કેસર કેરી સહિત 11 હજાર ફળાઉ છોડ અપાયા
    Next Article
    Nepal Flood Updates | નેપાળમાં ભયંકર, ભારતમાં હડકંપ | Tibet Nepal Border Flood | India | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment