Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય:SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક, 39 ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરાઈ

    13 hours ago

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની યોજાનારી ચૂંટણીઓમાં નિરીક્ષક તરીકે 39 જણાંના હુકમો કર્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC)ના મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ તથા અમદાવાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને ધોળકા, વિરમગામ તેમજ બારેજા નગરપાલિકાઓના નિરીક્ષક તરીકે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદમાં નાયબ મહાનિર્દેશક તરીકે કાર્યરત ચંદ્રેશ કોટક (IAS) સહિત 39 નિરીક્ષકોની નિમણુંક અંગેના સુધારા હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે આ 39 ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો./મતદાતાઓ આ ચૂંટણી નિરીક્ષકોનો સંપર્ક કરી શકશે. જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયત, અમદાવાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, તેમજ વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી તેઓને સોંપવામાં આવી છે, નીચે મુજબ સંપર્ક કરી શકે છે. તેમનો ટેલિફોનિક સંપર્ક: 7383016699 છે અને રૂબરૂ મુલાકાત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઈસરો સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે મળશે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ દિલ્હીને 213 રનનો ટાર્ગેટ આપ્યો:સંજુ સેમસને સદી ફટકારી, આયુષ મ્હાત્રે 59 રન બનાવી રિટાયર આઉટ
    Next Article
    સાયન્સ સિટીમાં શક્તિ આર્કેડ આગ લાગતા અફરાતફરી:ઇલેક્ટ્રિક ડીપીમાં લાગેલી આગ અન્ય બે-ત્રણ ડીપી સુધી ફેલાઈ, એસી યુનિટ્સ ઝપેટમાં આવતા ધડાકા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment