Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયન્સ સિટીમાં શક્તિ આર્કેડ આગ લાગતા અફરાતફરી:ઇલેક્ટ્રિક ડીપીમાં લાગેલી આગ અન્ય બે-ત્રણ ડીપી સુધી ફેલાઈ, એસી યુનિટ્સ ઝપેટમાં આવતા ધડાકા થયા

    9 hours ago

    અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા શક્તિ આર્કેડ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિક ડીપીઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. એક ડીપીમાંથી શરૂ થયેલી આગ અન્ય બે-ત્રણ ડીપી સુધી ફેલાતા અને એસી યુનિટ્સ ઝપેટમાં આવતા થયેલા ભડાકાઓને કારણે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જ્વાળાઓ દુકાનો-ઓફિસોના એસી યુનિટ્સ સુધી પહોંચી ઘટનાની વિગતો મુજબ, શક્તિ આર્કેડના પાછળના ભાગે આવેલા ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના અન્ય ડીપી પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળાઓ દુકાનો અને ઓફિસોના એસી (AC) યુનિટ્સ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે શ્રેણીબદ્ધ ધડાકાઓ થયા હતા. કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા આગને પગલે સમગ્ર કોમ્પ્લેક્સમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જીવ બચાવવા માટે વેપારીઓ અને ગ્રાહકો દુકાનો તેમજ ઓફિસો છોડીને તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બે ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ નહી આગ ઓલવાઈ ગયા બાદ પણ ઓફિસો અને દુકાનોમાં ભરાયેલા ધુમાડાને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને દૂર કરવા માટે ફાયરની ટીમે એક્ઝોસ્ટ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ઇલેક્ટ્રિક ઉપકરણોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય:SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક, 39 ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરાઈ
    Next Article
    Bengaluru Commuter Claims Cab Driver Used Fake App To Inflate Fare: 'Rs 684 To Rs 1084'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment