Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં SPG કાર્યાલયનું ઉદ્ઘાટન:લાલજી પટેલે 3 મહિનામાં 1 લાખ સભ્યો બનાવવાનો સંકલ્પ કર્યો

    9 hours ago

    હિંમતનગર શહેરમાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે SPGના અધ્યક્ષ લાલજી પટેલ, અન્ય આગેવાનો, કાર્યકરો અને સમાજના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને SPGને સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન SPG અધ્યક્ષ લાલજી પટેલે આગામી ત્રણ મહિનામાં એક લાખ નવા સભ્યો બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, SPG ગુજરાતના ૩૩ જિલ્લામાં કાર્યાલયો સ્થાપશે. તેમણે પાટીદાર સમાજના લોકોને રૂ. ૧૨૦૦માં આજીવન સભ્ય બનવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં સભ્ય બનવા માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા કરાશે તેમ ઉમેર્યું હતું. લાલજી પટેલે સમાજમાં દાન કરવાની અપીલ કરતા કહ્યું કે, "સમાજનું દાન સમાજમાં જ વપરાવું જોઈએ અને દીકરીઓના લગ્ન પણ સમાજમાં જ થાય તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ." તેમણે વધુમાં જણાવ્યું કે, "હું પહેલા હિન્દુ છું, ત્યારબાદ પાટીદાર છું. સમાજમાં સુધારો લાવવો હોય તો શરૂઆત ઘરેથી કરવી જોઈએ." તેમણે દાતાઓને સમાજ માટે ઉદારતાથી દાન આપવા બે હાથ જોડીને અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો સમાજના લોકો નાની રકમથી પણ સહયોગ આપે તો મોટી સંખ્યામાં સભ્યો અને મોટું ભંડોળ ઊભું કરી શકાય છે. SPGનો લાંબાગાળાનો લક્ષ્યાંક સવા કરોડ સભ્યો સુધી પહોંચવાનો છે. દીકરીઓના લગ્ન અને પરિવારના પ્રશ્નો અંગે લાલજી પટેલે જણાવ્યું કે, છેલ્લા છ વર્ષથી SPG દ્વારા લગ્ન નોંધણી સંબંધિત રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જો કોઈ દીકરી લગ્ન કરીને ઘરેથી ચાલી જાય તો પરિવારજનો SPGનો સંપર્ક કરી શકે છે, અને SPG સંભવિત કાનૂની કાર્યવાહી તથા પરિવારની મદદ માટે સહયોગ આપશે. આ ઉપરાંત, તેમણે હિંમતનગર સહિત સમગ્ર ગુજરાતમાં SPGનું સોશિયલ મીડિયા નેટવર્ક વધુ મજબૂત બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી. તેમણે આગામી ત્રણ મહિનામાં એક લાખ સભ્યો સુધી પહોંચવાનો અને ત્યારબાદ સવા કરોડ સભ્યોના લક્ષ્યાંક તરફ આગળ વધવાનો સંકલ્પ ફરીથી વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાલજી પટેલે 31ઓક્ટોબર, 2027ના રોજ વિજાપુર ખાતે પાટીદાર સમાજને એકત્ર થવા અંગે પણ હાકલ કરી હતી. તેમણે સમાજના ભાઈઓ, યુવાનો અને દાતાઓને સંગઠન સાથે જોડાઈ સમાજના વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપના પાંચેય આરોપીઓને આજીવન કેદ:વડોદરાના પોક્સો કોર્ટે કહ્યું- 'નવરાત્રિના પર્વમાં બનેલી ઘટનાને હળવાશથી લઈ શકાય નહીં'
    Next Article
    જામનગરમાં શ્રાવણી મેળાની રાઈડનું ચેકિંગ:સલામતી ચકાસણી બાદ 13 મોટી, 7 નાની રાઈડને લાઇસન્સ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment