Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શ્રાવણી મેળાની રાઈડનું ચેકિંગ:સલામતી ચકાસણી બાદ 13 મોટી, 7 નાની રાઈડને લાઇસન્સ મળશે

    9 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ખાતે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં બાળકો સહિત લોકો માટે 13 મોટી અને 7 નાની યાંત્રિક રાઈડ્સ ગોઠવવામાં આવી છે. મેળાના ત્રણ આયોજકોએ આ રાઈડ્સના સંચાલન માટે જરૂરી લાઇસન્સ મેળવવા પ્રાંત અધિકારીની કચેરીમાં અરજી કરી છે. આજે યાંત્રિક રાઈડ કમિટીની ટીમે પ્રદર્શન મેદાન પહોંચી મેળામાં લગાવવામાં આવેલી રાઈડ્સનું ચેકિંગ હાથ ધર્યું હતું. કમિટી દ્વારા રાઈડ્સની સલામતી, તેની કામગીરી અને જરૂરી તકેદારી સહિતની બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે, શ્રાવણી મેળાના આયોજનને જામનગરના એક નાગરિકે અદાલતમાં પડકાર્યું છે. આ મામલે આજે અંતિમ સુનાવણી રાખવામાં આવી છે. અદાલતનો ચુકાદો આવ્યા બાદ જ શ્રાવણી મેળાના આયોજન અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આમ, એક તરફ રાઈડ કમિટી દ્વારા સલામતીની ચકાસણી અને લાઇસન્સની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અદાલતી નિર્ણય પર પણ મેળાના પ્રારંભ અંગેની સ્થિતિ નિર્ભર રહેશે. મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને રાઈડ્સનું ચેકિંગ તેમજ અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મેળાનો પ્રારંભ થશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં SPG કાર્યાલયનું ઉદ્ઘાટન:લાલજી પટેલે 3 મહિનામાં 1 લાખ સભ્યો બનાવવાનો સંકલ્પ કર્યો
    Next Article
    ઈરાનના રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદી:યુદ્ધ પછી પ્રથમ મુલાકાત; SCO સમિટ માટે બંને નેતાઓ કિર્ગિસ્તાન પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment