Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં એન્ટી રેડીકલાઈઝેશન સેલ કાર્યરત:SP ડો. રવિ મોહન સૈનીએ PSI એમ.વી.મોઢવાડીયા અને પોલીસકર્મીઓની નિમણૂક કરી

    22 hours ago

    જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને કટ્ટરતાવાદી પ્રવૃત્તિઓ રોકવા માટે 'એન્ટી રેડીકલાઈઝેશન સેલ' કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ, આ સેલ માટે મંજૂર થયેલા નવા મહેકમના આધારે જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સત્તાવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા બહાર પાડવામાં આવેલા કચેરી હુકમ અનુસાર, આ નવા રચાયેલા સેલમાં તાત્કાલિક અસરથી બે પોલીસ અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક પામેલા અધિકારી-કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે: પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, જેઓ અગાઉ લીવ રીઝર્વમાં હતા, તેમની નિમણૂક હવે એન્ટી રેડીકલાઈઝેશન સેલ, જામનગર ખાતે કરવામાં આવી છે. અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સાયરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (બ.નં-734), જેઓ અગાઉ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા, તેમને પણ આ ખાસ સેલમાં જવાબદારી સોંપવામાં આવી છે. હુકમમાં જણાવ્યા અનુસાર, નિમણૂક પામેલા બંને કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે SOG શાખામાં રિપોર્ટ કરીને હાજર થવાનું રહેશે અને તેની જાણ લેખિતમાં કચેરીને કરવાની રહેશે. જામનગર જિલ્લામાં આ સ્પેશિયલ સેલ કાર્યરત થવાથી રાષ્ટ્રવિરોધી કે કટ્ટરપંથી વિચારધારા ફેલાવતી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાશે અને સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનશે.
    Click here to Read More
    Previous Article
    બીઆઈએસના દરોડામાં બિન-હોલમાર્ક દાગીના જપ્ત કરાયા:રેરાએ બિલ્ડરને 1.39 કરોડ પર વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો, પાંડેસરામાં જમીન હડપવાના કેસમાં નોટરી સહિત 5 સામે એફઆઈઆર
    Next Article
    ગુજરાત સંસ્કૃત બોર્ડે જામનગરના વ્યક્તિને ગીતા ભૂષણ આપ્યું:રાજ્યના 61 વ્યક્તિઓમાં જામનગર જિલ્લામાંથી એકમાત્રને પદવી એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment