Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી:વર્ષમાં 123 તોલા સોનું છોડાવ્યું, ઘરેણા મળતાં યુવતીએ કહ્યું- સાહેબ, રક્ષાબંધને રાખડી બાંધવા આવું?

    1 day ago

    વ્યાજખોર, ખનન અને દારૂ માફિયાઓથી ત્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષ પહેલાં IPS પ્રેમસુખ ડેલુએ SP તરીકે ચાર્જ સંભાળ્યો. ત્યારે જિલ્લાના માફિયાઓને ખબર નહોતી કે આ વખતે એક જાંબાઝ પોલીસ અધિકારી આવ્યા છે. આદતથી મજબૂર માફિયાઓ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા તો બીજી તરફ IPS અધિકારી માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી કરી રહ્યા હતા. બસ પછી શું SP ડેલુનો હથોડો એવો ચાલ્યો કે વ્યાજખોરોને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા. એક વર્ષમાં જ ફરિયાદીઓને સવા આઠ કરોડથી વધુની મિલકત પાછી અપાવી દીધી. જેમાં 123 તોલા તો માત્ર સોનું જ હતું. ફ્લેટ-મકાનના એડવાન્સ, ધંધાના લેણા, જમીન, વાહનો, શેર સર્ટિફિકેટ્સ સહિતની અનેક મિલકતો વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવી. SP ઓફિસમાં જ્યારે વર્ષોથી ત્રસ્ત ફરિયાદીને પોતાની મહેનતના અને બીજાએ પચાવી પાડેલા દાગીના, મિલકત કે પૈસા પરત મળે ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુની સાથે ખાખીની ખુમારી માટે માન-સન્માન પણ જોવા મળતું હતું. જેમાં એક મહિલાને તો 35 તોલા સોનાના દાગીના પરત મળતા તે એટલી ભાવુક થઈ ગઈ કે તેણે તો SPને પૂછી લીધું કે સાહેબ આ રક્ષાબંધને રાખડી બાંધવા આવી શકું? તો સામે જેના ડરથી ગુનેગારો ધ્રુજે એવા SPએ ‘પ્રેમ’થી કહ્યું કે ચોક્કસ આવજો. દિવ્ય ભાસ્કરે પણ IPS પ્રેમસુખ ડેલુ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમને પૂછ્યું કે રાજસ્થાનમાં તમારું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યુ છે, શું તમારા આ અભિયાનની અસર તમારા સંઘર્ષના કારણે છે. સાથે જ પોલીસ સ્ટાફના સહયોગ અને પરિવારના સપોર્ટ વિશે પણ પૂછતા તેમણે ખુલીને વાત કરી. તો આવો શરૂઆત કરીએ 3 એવા કિસ્સાથી કે જે પ્રેમસુખ ડેલુનું વ્યાજખોરો સામેનું અભિયાન કેમ ખાસ છે તેની સાક્ષી પૂરે છે. કિસ્સો-1 4.5 કરોડના 14 વાહનો પરત અપાવતા 70 વર્ષના વૃદ્ધ પગે પડી ગયા સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ઉમરડા ગામના રહેવાસી કાનાભાઈ માસાભાઈ તરકેટા અને સામાવાળાઓ વચ્ચે ભાગીદારીમાં વ્યવહાર ચાલતો હતો. આ દરમિયાન સામાવાળાઓએ અરજદારના નામે કુલ 15 વાહનો ખરીદ્યા હતા. જેમાં 13 ડમ્પર, 1 હિટાચી અને 1 ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે. તમામ વાહનોની અંદાજિત કિંમત આશરે રૂ. 5 કરોડ હતી. જેમાં સામાવાળાઓએ અરજદારની જાણ બહાર તમામ વાહનો ત્રીજી વ્યક્તિ પાસે ગીરવે અથવા અન્ય રીતે મૂકી દીધા હતા. સાથે જ વાહનોની લોનના હપ્તા પણ ભરતા ન હતા. આ ઉપરાંત વાહનો પરત ના સોંપતા અરજદારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મૂળી પોલીસે રૂ. 4.5 કરોડની કિંમતના 14 વાહનો અરજદારને પરત અપાવ્યા હતા. 70 વર્ષના વૃદ્ધ અમારા પગે પડી ગયા હતા. અમારી ઉંમર કરતા લગભગ ડબલ ઉંમરના વ્યક્તિ આવું કરે તો સમજવુ જોઈએ કે તે કેેટલી તકલીફમાં હશે. કિસ્સો-2 35 તોલા સોનું પરત અપાવતા બહેન રડી પડી, કહ્યું- રાખડી બાંધવા આવી શકું? સુરેન્દ્રનગરના અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે, તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા 3 લાખના બદલામાં 18 લાખ ચૂકવી દીધા છતાં, વ્યાજખોરો વધુ 20 લાખની માંગણી કરતા હતા અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું પરત આપતા નહોતા. પોલીસે વ્યાજખોરો પાસેથી દાગીના ભરેલી થેલી લઈને મહિલાના હાથમાં મૂકી, ત્યારે તે મહિલા પોતાના આંસુ રોકી શકી નહીં. દાગીનાને માથે લગાડી, ધ્રુસકે ને ધ્રુસકે રડતાં તે બોલી ઉઠી, સાહેબ, 10 તારીખે મારા ભાઈના લગ્ન છે. અમને બહુ બીક લાગતી હતી. છેલ્લા 3 વર્ષથી અમે નરક જેવું જીવન જીવતા હતા. આટલું બોલતા જ તેની આંખોમાં હરખના આંસુ હતા. ભાવુક થયેલી બહેને જ્યારે મને પૂછ્યું, સાહેબ, હું તમને રક્ષાબંધન પર રાખડી બાંધવા આવી શકું? ત્યારે મેં પણ અત્યંત વિનમ્રતાથી 'ચોક્કસ આવજો' કહી ભાઈ તરીકેની ફરજ અને ખાખીની ગરિમા બંને જાળવી હતી. મહિલાએ બાદમાં દાગીનાના મીઠડાં લઇ હર્ષના આંસુ સાથે વિદાય લીધી હતી. કિસ્સો-3 હું આ 95,000થી મારી કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર કરાવીશ એક ઉંમરલાયક દાદા હતા, એમની પત્નીને કેન્સર થઈ ગયું હતું. તેમની પત્ની કેટરિંગવાળાના ત્યાં કામ કરતી હતી જેના કામના રૂ. 95,000 તે 5 વર્ષથી આપતો નહોતો. દાદા અને તેમની કેન્સરગ્રસ્ત પત્ની અમારી પાસે આવ્યા અને ખુબ રડ્યા. બે દિવસ પછી અમે કેટરિંગવાળા પાસેથી 95,000 પરત અપાવતા દાદાએ એ પૈસા અમારા પગમાં મૂકી દીધા. અમે પાછા આપ્યા ત્યારે એ ચોંધાર આંસુએ રડીને બોલ્યા કે, હું આ 95,000થી મારી કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર કરાવીશ. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે પ્રેમસુખ ડેલુને પૂછ્યુ કે આવું અભિયાન શરૂ કરવાનો વિચાર કેમ અને ક્યારે આવ્યો? SPએ કહ્યું કે આજથી અંદાજે એક વર્ષ પહેલા મેં સુરેન્દ્રનગર એસપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની સૌથી મોટી સમસ્યા હતી. જેમાં ઘણા બધા લોકો ફસાયેલા હતા તો કેટલાકે પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું હતું. બીજી મોટી સમસ્યા હતી ખનન માફિયાઓની, ત્રીજી સમસ્યા હતી દારૂના માફિયાઓની. અમે એક-એક કરીને તમામ સમસ્યાઓને આઈન્ડેટીફાય કરીને સમાંતર રૂપથી આ તમામ વસ્તુઓ પર કામ કરવાનું શરુ કર્યું, જેમાં વ્યાજખોરોના ત્રાસ અંગે અલગ અલગ પોલીસ સ્ટેશને DYSP, ASPની આગેવાનીમાં અરજી મેળાનું આયોજન કર્યું. જેનાથી ખબર પડી કે ઘણા લોકો વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયેલા છે અને સામે આવતા નથી. ‘ઓનલાઇન સિસ્ટમથી ફરિયાદનું મોનિટર કરીએ છીએ’ પીડિતો તમારી સુધી કેવી રીતે પહોંચે છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે ઓફિસમાં આવતા દરેક ફરિયાદીને સાંભળીએ છીએ. તેની ઓનલાઇન એન્ટ્રી કરાવીએ છીએ એટલે બધી એન્ટ્રી અમારી પાસે આવી જાય. જેથી ફરિયાદીની માહિતી પહેલાથી જ મળી જાય છે. ફરિયાદીને સાંભળ્યા પછી સંબંધિત પોલીસ સ્ટેશનના PI-DYSPને જાણ કરીએ છીએ. PRO ફોન કરી સ્ટેટસની સોફ્ટવેરમાં એન્ટ્રી કરે. જેથી હુ પણ શું કાર્યવાહી થઈ તે ચેક કરુ છે. પછી ફરિયાદીને ફરીથી કોન્ટેક્ટ કરી ફીડબેક લઇએ છીએ. કાર્યવાહીનો એક મેસેજ ફરિયાદી, એ જ મેસેજ જે તે પોલીસ મથકના PIના મોબાઈલમાં પણ જાય છે જેથી ફરિયાદીને સંતોષ થાય છે કે, અમને પોલીસે સાંભળ્યા અને કાર્યવાહી થઈ છે. કાર્યવાહીનું ફીડબેક લઇએ છીએ. ત્યારબાદ ફાઈનલી અરજી ફાઈલ કરવાની હોય કે નિર્ણય લેવાનો હોય ત્યારે પણ અરજી બ્રાન્ચથી ફરિયાદી પર ફોન જાય છે કે, કાર્યવાહીથી તમે સંતુષ્ટ છો કે કેમ? જે જવાબ મળે એ અરજી બ્રાન્ચથી અમારી પાસે આવે છે. આમ ફરિયાદીનો બધો જ રિપોર્ટ ઓફિસની સિસ્ટમમાં રાખીએ છીએ. ‘સૌપ્રથમ વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોને આઇડેન્ટીફાય કર્યા’ વ્યાજખોરોને કેવી રીતે સમજાવો છો, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ફરિયાદોના આધારે અમે સૌપ્રથમ વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોને આઇડેન્ટીફાય કર્યા, પછી અમે જાતે ફરિયાદીને સાંભળીને કેવી રીતે આનો નિકાલ કરવાનો થાય એની શરૂઆત કરી. શરૂઆતમાં ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો પણ ધીમેધીમે ખબર પડી કે કેવી રીતે વ્યાજખોરો લોકોને પોતાના ચૂંગાલમાં ફસાવે છે, માની લો કે, કોઈ પાસેથી રૂ.10,000 લીધા, એ માણસ એની સામે 1 લાખ ભરી દે તો પણ એની મૂડી તો ત્યાંને ત્યાં જ રહે છે, એ ક્યારેય પૂરી થતી નથી. ‘વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોના ઘરેથી ચેક, દાગીના મળ્યા’ વ્યાજખોરોના રિએક્શન વિશે પૂછતા જણાવ્યું કે અમે બધી જૂની અરજીઓ જોઈ, કે કોણ આવા કામ કરે છે. પછી અમે ASP અને DYSPની આગેવાનીમાં વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોના ઘરે જઈ સર્ચ ઓપરેશન કર્યું, જેમાં એમના ઘરેથી ચેક, મોર્ગેજમાં મુકેલા દાગીના અને અન્ય વસ્તુઓની જાણકારી મળી. ‘ફરિયાદીના દાવાની સત્યતા તપાસીએ છીએ’ વ્યાજખોરોના કેસમાં ફરિયાદીને સાંભળ્યા પછી તેમાં કેટલી ગંભીરતા છે તે વિશે સંબધિત પોલીસ સ્ટેશનથી ચેક કરાવીએ છીએ. જો સત્યતા હોય તો આગળની કાર્યવાહી કરીએ છીએ. ‘સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ લે છે કેમ તે ચેક કરીએ’ જો કોઈ શરાફી લાયસન્સવાળા પાસેથી વ્યાજે પૈસા લીધા હોય અને લોકો પીડિત હોય તો એવા કિસ્સામાં શું કરો છો, જેના જવાબમાં જણાવ્યું કે જો કોઈ પાસે કાયદાકીય રીતે પૈસા વ્યાજે આપવાનું લાયસન્સ હોય તો અમે લાયસન્સ ચેક કરીએ છીએ, પછી ફરિયાદીને આપેલા પૈસાનું સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ લે છે કે વધારે લે છે તે ચેક કરીએ છીએ. જો વધારે લેતો હોય તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરાવીએ છીએ. ‘રેન્જ ડીઆઇજી તરફથી સમયાંતરે સૂચનો મળે છે’ કોઈ ઉપરી અધિકારીએ કોઈ સલાહસૂચન કે વખાણ કર્યા છે, તે વિશે જણાવ્યું કે સુરેન્દ્રનગરના જનપ્રતિનિધિઓ તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. રેન્જ ડીઆઈજી તરફથી પણ સમયાંતરે સૂચનો મળ્યા છે. એ જાતે રસ લઈને તમામ બાબતો ચેક કરે છે કે ફરિયાદી આવ્યા, એના પ્રશ્નનો નિકાલ થયો છે કે કેમ? એ સિવાય આપણા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ સમયાંતરે પોતાની સ્પીચમાં કહેતા હોય છે. અમે આ બાબતને ધ્યાનમાં રાખીને કામગીરી કરતા હોઈએ છીએ. ‘જીવનમાં એક નાનું એવુ સારું કામ કરવાની તક મળી’ મહિલાઓ ઘરેણા લેવા આવે ત્યારે ઓફિસમાં ભાવુક દૃશ્યો સર્જાય છે, મહિલાઓ રડીને ઘરેણાના ઓવારણા લે છે, એ વખત કેવી ફિલિંગ્સ આવે છે, આ વિશે જણાવ્યું કે પોલીસ સેવાથી લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે. ઘણીવાર એવુ પણ થાય છે કે, આપણે બિમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ અનેે ડૉક્ટર સારી રીતે સાંભળી લે, તો અડધી બીમારી તો એમ જ દૂર થઈ જાય એ રીતે અમારી પાસે ઘણા લોકો આવતા હોય છે, જેમના 8-10 વર્ષથી દાગીના વ્યાજ વટાવમાં ફસાયેલા હોય છે, એના લીધે કોઈ પરિવારજનોએ જીવન ટૂંકાવી લીધુ હોય, એ લોકો આવે ત્યારે અમારું પહેલું કામ તેમને સારી રીતે સાંભળવાનું હોય છે. ઓફિસમાં આવે એટલે પાણી પીવડાવી શાંતિથી સાંભળી, વર્ક આઉટનો ભરોસો આપીએ છીએ. જો ફરિયાદી સાચો હોય તો એના પર તરત જ કાર્યવાહી કરી એમની ચીજવસ્તુઓ પરત અપાવીએ છીએ. ત્યારે અમને પણ આનંદ થતો હોય છે કે, આપણે સર્વિસમાં આવ્યા અને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો, પણ અંદરથી શાંતિ અને સંતુષ્ટી મળતી હોય છે. અમે ઘરે જઇએ તો એવુ લાગે કે, જીવનમાં એક નાનું એવુ સારું કામ કરવાની તક મળી. ‘સારું કામ કરવા માટે પરિવાર પ્રોત્સાહન આપે છે’ તમારા અભિયાન અંગે તમારા પરિવારનું શું કહેવું છે, તે વિશે જણાવ્યું કે પરિવારમાં ઓફિસની બાબતો અંગે ચર્ચા નથી કરતા, પરંતુ સોશિયલ મીડિયાથી કે અન્ય કોઈ રીતે જાણ થાય તો પરિવારજનોની એવી ઈચ્છા હોય છે કે, જ્યાં સુધી આપણે આ ખુરશી પર હોઈએ ત્યા સુધી લોકોનું ભલું કરી શકીએ, સારુ કરી શકીએ, તે વિશે બા-બાપુજી અને મારી ધર્મ પત્ની હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે. એમની હંમેશા એવી ઈચ્છા હોય છે કે, લોકો માટે સારું કામ કરતા રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. પરિવારની ખુશી જોઈને અમને પણ એવુ થાય છે કે, આપણે જીવનમાં કઈંક સારું કરવાનો પ્રયત્ન કર્યો. હંમેશા દરેક વસ્તુમાં સુધારો કરવાની શક્યતા હોય જ છે. ‘સફળતાનો શ્રેય સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમને’ તમારી આ અનોખી પહેલની સફળતાનો શ્રેય કોને આપી શકાય, આના જવાબમાં જણાવ્યું કેે અમારી આ પહેલમાં આખી સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમને શ્રેય આપું છું, કે અમે અહીંથી જે સૂચનાઓ આપીએ છીએ, તમામ પોલીસ કર્મચારીઓ એના પર ત્વરિત કાર્યવાહી કરે છે. અમને તો ફક્ત યશ મળવાનો હોય છે, અમારી જે કામગીરી છે, એ અમારા કોન્સ્ટેબલ અને PSIથી લઈને ASP અને DYSP સહિતના તમામ કર્મચારીઓ ખંતથી કરતા હોય છે. ‘કોઈની તાકાત કે હિંમત નથી કે તમારી સાથે ખોટું કરી જાય’ વ્યાજખોરોના ચક્કરમાં લોકો ના ફસાય એ માટે દિવ્ય ભાસ્કરના વાચકોને SPએ ખાસ સલાહ આપતા કહ્યું કે, ફક્ત વ્યાજખોરો નહીં, ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ સહિતના માફિયાઓ પર અમે કડકથી કડક પગલાઓ લઈ રહ્યાં છીએ. તમારે કોઈનાથી ગભરાવવાની જરૂર નથી. કોઈની તાકાત કે હિંમત નથી કે તમારી સાથે ખોટું કરી જાય. હું બધાને એટલું ચોક્કસ કહું છું કે આપના પ્રશ્નો અંગે કોઈની પાસેથી ફોન કરાવવાની જરૂર નથી, કે કોઈની જોડે કહેવડાવાની જરૂર નથી. અમારી ઓફિસ 24 કલાક માટે ખુલ્લી છે, કોઈપણ અમારી ઓફિસે આવીને અમને મળી શકે છે, અને હું જાતે તમને મળીને જે પણ કાયદેસરની રજૂઆત હશે, એ માટે એટલી ગેરેન્ટી આપુ છું, કે અમારી ઓફિસથી તમારી તકલીફનો અવશ્ય નિકાલ થશે, અને અમારા DYSP અને ASP અને PIની ઓફિસે કે પોલીસ સ્ટેશનથી એનો નિકાલ થઈ જશે, અને કોઈપણ જગ્યાએ એનો નિકાલ ના થાય કે તમારી રજૂઆત ના સાંભળે, તો તમે અમારી ઓફિસે ગમે ત્યારે આવી શકો છો.
    Click here to Read More
    Previous Article
    Iran Claims Qatar Holding Three Missing Pilots; Doha Denies Claims: Five Key Points
    Next Article
    દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગો લહેરાયો:80મા સ્વાતંત્ર્ય દિવસે દેવભૂમિ દ્વારકા દેશભક્તિના રંગે રંગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment