Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:SP સફિન હસને 55 ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો

    15 hours ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલી પી.એમ. શ્રી તાલુકા શાળામાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે SP સફિન હસને 55 ભૂલકાંઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અને મોઢું મીઠું કરાવીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક સફિન હસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને તેમના ભવિષ્યના લક્ષ્યો વિશે પૂછતાં, ભૂલકાંઓએ પોલીસ, આર્મી અને ડૉક્ટર બનવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. SPએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સંતરામપુરમાંથી ભવિષ્યમાં અનેક તબીબો અને અધિકારીઓ દેશની સેવામાં જોડાશે. સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તેમણે પોતાના જીવનનો દાખલો આપ્યો. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ સરકારી શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે અને તેમના માતા-પિતા મજૂરીકામ કરતા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો તેઓ સખત મહેનતથી આ મુકામ સુધી પહોંચી શકતા હોય, તો આ શાળાના બાળકો પણ મક્કમ નિર્ધારથી ધારેલું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. કન્યા કેળવણીના મહત્વ પર વિશેષ ભાર મૂકતા સફિન હસને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, દીકરીઓને અધવચ્ચેથી ભણતર છોડાવી દેવું કે માત્ર ઘરકામમાં જોતરી દેવી યોગ્ય નથી. આજના સમયમાં દીકરી પોતાના પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને તે અત્યંત આવશ્યક છે. તેમણે વાલીઓને અનુરોધ કર્યો કે, સમાજ કે અન્ય કોઈના દબાણમાં આવ્યા વિના દીકરીઓને છેક સુધી ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ. સમાજના ડરથી દીકરીઓના સપનાઓ ન રોળાય તે જોવાની પ્રાથમિક જવાબદારી વાલીઓની છે. તેમણે ઉમેર્યું કે બાળકોને શાળાએ મોકલવા, તેમને સમયસર ભણાવવા અને એક સારા નાગરિક બનાવવા એ માત્ર વહીવટીતંત્ર કે શિક્ષકોની જ નહીં, પરંતુ વાલીઓ અને સમગ્ર સમાજની પણ સંયુક્ત જવાબદારી છે. પ્રવેશોત્સવના કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ અધિક્ષક હસ્તે શાળા પરિસરમાં પર્યાવરણના જતન અને સંવર્ધન હેતુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં શહેરી વિકાસને વેગ:સુરતમાં ટીપી સ્કીમ નં.102ને મંજૂરી, રાજકોટમાં રહેણાંક જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવાશે
    Next Article
    No alerts, no backup: How a Metro glitch left Bengaluru stranded

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment