Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP રીંગ રોડ પરથી 456 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો:કારમા ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો, સરખેજ પોલીસે 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    4 days ago

    અમદાવાદ શહેરના મુમતપુરા તરફ જતા એસપી રીંગ રોડ પર આવેલા કેફેની સામે એક અવાવરૂ પ્લોટમાં એક ગાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની સરખેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરીને એક આરોપી ગાડી તથા દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી ખોટી નંબરપ્લેટ લગાવીને ગાડીમાં આ જથ્થો ભરી લાવીને અમદાવાદમાં બુટલેગરને સપ્લાય કરતો હતો.સરખેજ પોલીસે કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો મળી આવી સરખેજ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે બોપલથી મુમતપુરા જતા રોડ પરથી રેડ કરતા જ રાજસ્થાનનો શાંતિલાલ ચૌધરી (રહે. ઘાટલોડિયા) રંગેહાથ ઝડપાયો હતો.પોલીસે આરોપીની ગાડીની તપાસ કરતા ગાડીમાં ખોટી નંબરપ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. સાથે ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો પણ મળી આવી હતી. ઉદયપુરથી દારૂ લાવ્યાનો ઘટસ્ફોટ પોલીસે દારૂ સહિત કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા તે આ જથ્થો ઉદયપુરથી ખેમરાજ પાસેથી લાવ્યો હોવાનું કબૂલાત કરી હતી. અમદાવાદ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલો આરોપી અગાઉ વર્ષ 2018માં પણ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:કોંગ્રેસની આજે પ્રથમ યાદી આવશે, અમદાવાદમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ ભાજપના કાર્યાલય ધમધમતા થયા
    Next Article
    બાઈક માઈલસ્ટોન સાથે અથડાતા યુવકનું મોત:ઘરેથી સાંથલ જવા નીકળ્યો'ને કાળનો ભેટો, જોટાણાના કટોસણ-સાંથલ રોડ પર બની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment