Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP પ્રેમસુખ ડેલુએ 24 કલાકમાં ગુમ ડમ્પર શોધી આપ્યું:સુરેન્દ્રનગર પોલીસે અરજદારને તેમનું વાહન પરત અપાવ્યું

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી એક અરજદારને તેમનું ગુમ થયેલું ડમ્પર માત્ર 24 કલાકમાં પરત અપાવ્યું છે. લીંબડી તાલુકાના ભોયકા ગામના દેવાભાઇ જેરામભાઇ સભાડ નામના અરજદારે પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનું ડમ્પર અન્ય વ્યક્તિઓ પાસે છે અને તેઓ પરત આપવાનો ઇનકાર કરી રહ્યા છે. દેવાભાઇએ વર્ષ 2022માં શ્રીરામ ફાઇનાન્સમાંથી લોન લઈને GJ-21-W-2222 નંબરનું આ ડમ્પર ખરીદ્યું હતું. જોકે, આ ડમ્પર કોઈ અન્ય વ્યક્તિઓ મારફતે વેળાવદરના પ્રતાપસિંહ પાસે પહોંચી ગયું હતું. પ્રતાપસિંહે નાણાકીય લેતીદેતીના વિવાદને કારણે ડમ્પર મૂળ માલિકને પરત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારની રજૂઆત બાદ, SP પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ ચુડા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પ્રતાપસિંહની વાડીએથી ગુમ થયેલું ડમ્પર શોધી કાઢ્યું હતું. ડમ્પર મળ્યા બાદ, પોલીસે આર.સી. બુકની ખરાઈ કરી અને તેને તેના મૂળ માલિક દેવાભાઇ સભાડને સુપરત કર્યું. પોતાનું વાહન પરત મળતા દેવાભાઇએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને SP પ્રેમસુખ ડેલુનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો...! યુવકને પાણીપુરી 3.62 લાખમાં પડી:પાદરામાં મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો, ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી; આરોપીની ધરપકડ
    Next Article
    India not a market but a mission: JSW Chairman Sajjan Jindal at Ahmedabad University Convocation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment