Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો...! યુવકને પાણીપુરી 3.62 લાખમાં પડી:પાદરામાં મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો, ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી; આરોપીની ધરપકડ

    8 hours ago

    આજ કાલ ચોરીના બનાવોમાં સત્તત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ મોઘવારીએ માજા મૂકી છે. ત્યારે ચોરીના બનાવોમાં તમે આજ સુધી સાંભળ્યું હશે કે અજાણ્યા શખ્સો આવી ચોરીને અંજામ આપે છે. પરંતુ પાદરામાં મિત્રાએ પોતાના અંગત મિત્રને પાણીપુરી ખાવા માટે બોલાવ્યો હતો અને તે દરમિયાન ઘરમાં હાથ ચાલાકી કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો વડોદરા જિલ્લાના પાદરા શહેરના પધરાઈ ચોક વિસ્તારમાં બનેલી ચોરીના ગુનામાં પાદરા પોલીસને મોટી સફળતા મળી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ કિસ્સામાં મિત્રોએ અન્ય મિત્રને પાણીપુરી ખાવા ઘરે બોલાવ્યો અને તે દરમિયાન મિત્રાએ જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આર્થિક તંગીને કારણે મિત્રના ઘરે ચોરી કરી પાદરામાં બનેલ આ બનાવ અંગે ફરિયાદી મેહૂલ કુમાર ઘનશ્યામભાઈ મોચીના ઘરે થયેલી ચોરીમાં તેમના અંગત મિત્રે જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હિતેશ ભુપત દરજીએ પોતાના વેપાર-ધંધો પડી ભાંગતા આર્થિક તંગીને કારણે મિત્રના ઘરે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પાદરા પોલીસે આરોપી હિતેશ ભુપત દરજીની ઝડપી ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3.62 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'વસ્તી ગણતરીના બહાને વિકાસ કાર્યોમાં રુકાવટ ન જોઈએ':ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખ્યો, છેલ્લા 5 દિવસથી અધિકારીને ફોન કરી તો જવાબ મળે 'વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મિટિંગમાં છું'
    Next Article
    SP પ્રેમસુખ ડેલુએ 24 કલાકમાં ગુમ ડમ્પર શોધી આપ્યું:સુરેન્દ્રનગર પોલીસે અરજદારને તેમનું વાહન પરત અપાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment