Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP રિંગ રોડ પર વિનવિક્સ કેફેમાં હુક્કાબારનો પર્દાફાશ:23 હુક્કા સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કરાયો, સાબરમતી પોલીસની કાર્યવાહી

    7 hours ago

    સાબરમતી પોલીસે SP રિંગ રોડ પર હોટલ હિલ્લોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસને રેડ દરમિયાન બે હુક્કા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જે ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિનવિક્સ કેફેમાંથી હુક્કા જપ્ત કરાયા સાબરમતી પોલીસ સ્ટેશનના PSI એચ.ડી.રાઓલ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે SP રિંગ રોડ પર હોટલ હિલ્લોક સામે અને નાયરા પેટ્રોલ પંપ પાછળ વિનવિક્સ કેફેમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કેફેના સંચાલક વિનિતભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ (ઉંમર 37 વર્ષ,રહે.જગતપુર) હુક્કા ગ્રાહકોને પીરસવા માટે તૈયાર રાખ્યા હોવાનું મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં બે હુક્કા ઝડપી લીધા હતા. 37 હજારનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો દરોડા દરમિયાન પોલીસે 21 હુક્કા, તમાકુ ફ્લેવરના 9 ડબ્બા, સિલ્વર ફોઈલ પેપર, માટીની ચીલમ, કોલસા, નવી પાઇપ સહિતનો સામાન જપ્ત કર્યો છે જેની કિંમત 37,600 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે. સાબરમતી પોલીસે આ મામલે જાણવા જોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ગુરુપૂર્ણિમાના પર્વે સાધુ-સંતોનું સન્માન કરાયું:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ આશીર્વાદ લીધા
    Next Article
    बिजनौर में बहन के लिए भाई ने उठाया बड़ा कदम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment